સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકામાં રિંકુ સિંહે કર્યું આ પરાક્રમ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

સેન્ટ જ્યોર્જ પાર્કઃ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ગક્બેરહા સ્થિત સેન્ટર જ્યોર્જ પાર્કમાં રમાયેલી બીજી ટવેન્ટી-20 મેચમાં ભારતીય નવોદિત ક્રિકેટરોની ટીમે શાનદાર પ્રદર્શન કરવા છતાં હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકા ટોસ જીતીને બોલિંગ લીધી હતી અને પહેલી બેટિંગમાં વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચમાં ભારત હાર્યું હતું, પરંતુ મેચમાં આક્રમક બેટિંગને કારણે રિંકુ સિંહ યાદ રહી ગયો હતો. ભારતીય ટીમવતીથી સુકાની સૂર્યકુમાર યાદવ સિવાય રિંકુ સિંહે આક્રમક બેટિંગ કરી હતી, જેમાં ઉપરાઉપરી સિક્સર માર્યા પછી રિંકુ સિંહે એક સિક્સરમાં મીડિયા બોક્સનો ગ્લાસ તોડી નાખ્યો હતો.

રિંકુ સિંહે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં બે સિક્સર અને નવ ચોગ્ગા માર્યા હતા. રિંકુ સિંહની બે સિક્સર એટલી ખતરનાક હતી કે મીડિયા બોક્સમાં કાચને બોલ ટકારાયો હતો, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો. પહેલી ઈનિંગમાં ભારતે 20 ઓવરમાં સાત વિકેટ 180 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદને કારણે પંદર ઓવરમાં આફ્રિકાને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં પાંચ વિકેટ સ્કોર અચીવ કર્યો હતો.

આફ્રિકાવતીથી રીઝા હેંડરિક્સે 49 અને કેપ્ટન એડેન માર્કરમે 30 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્ય કુમાર યાદવને આઉટ કરનાર તબરેજ શમ્સીએ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમવતીથી ઓપનર બેટર મજબૂત બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ ઝીરો, જિતેશ શર્મા (એક) રને આઉટ થયા હતા, ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ અને તિલક વર્માએ મજબૂત બેટિંગ કરી હતી. સુકાની સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ત્રણ સિક્સર પાંચ ચોગ્ગા સાથે 56 રન ફટકાર્યા હતા, જ્યારે તિલક વર્માએ 20 બોલમાં 29 રન કર્યાં હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button