સ્પોર્ટસ

પુણેમાં રિન્કુ બની ગયો રિષભ…

ફુલ્લી ફિટ રિન્કુ સિંહે પ્રૅક્ટિસમાં પંતની વિચિત્ર સ્ટાઇલમાં બૅટિંગ કરી

પુણેઃ ઇંગ્લૅન્ડ સામે અહીં આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) રમાનારી ટી-20 સિરીઝની ચોથી મૅચમાં પિંચ-હિટર રિન્કુ સિંહ રમશે એવી પાકી સંભાવના છે. તે ફિટ છે તથા પૂર્ણપણે ઈજામુક્ત છે અને આજે પ્રૅક્ટિસ-સેશનમાં તેણે કલાકો સુધી હાજરી આપી હતી અને બૅટિંગ તેમ જ ફીલ્ડિંગ કરી હતી. ખાસ તો તેણે રિષભ પંતની સ્ટાઇલમાં શૉટ મારવાના પ્રયત્નો કર્યા હતા.

Also read : Ranji Trophy: વિરાટને જોવા ચાહકોનું ઘોડાપુર ઉમટ્યું; ધક્કામુક્કી થતાં ત્રણ ઘાયલ, સુરક્ષામાં ચૂક

રિન્કુ પાંચ મૅચવાળી આ સિરીઝમાં કોલકાતાની પ્રથમ મૅચમાં રમ્યો હતો, પરંતુ પીઠના દુખાવાને લીધે ચેન્નઈની બીજી અને રાજકોટની ત્રીજી મૅચમાં નહોતો રમી શક્યો. હેડ-કોચ ગૌતમ ગંભીરના સહાયક કોચ રાયન ટેન ડૉચેટે પત્રકારોને કહ્યું હતું કે `ઉત્તર પ્રદેશના અલીગઢનો રિન્કુ ફિટ છે અને શુક્રવારની મૅચમાં રમશે.’

રિન્કુ સિંહે પ્રૅક્ટિસના સત્રમાં શરૂઆતથી અંત સુધી હાજરી આપી હતી. પહેલાં તો તેણે બૅટિંગમાં (સ્પિનર રવિ બિશ્નોઈના ગૂગલીમાં) રિષભ પંતની વિચિત્ર સ્ટાઇલમાં રિવર્સ લૅપ સ્કૂપ અને રિવર્સ પુલ શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો.

રિન્કુએ બિશ્નોઈની તેમ જ વરુણ ચક્રવર્તીની બોલિંગમાં ઘણા શૉટ ફટકાર્યા હતા અને પછી તે બાજુની નેટમાં ગયો હતો જ્યાં તેણે અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણાની બોલિંગ સામે પણ સારી બૅટિંગ કરી હતી.

રિન્કુએ છેલ્લે રઘુવેન્દ્ર તથા અભિષેક નાયરના થ્રોડાઉનમાં પણ કૅચિંગની પ્રૅક્ટિસ કરી હતી.
ભારતીય બૅટર્સને ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રાશિદ સામે રમવામાં મુશ્કેલી પડતી હોવાથી શિવમ દુબેને આવતી કાલે રમવાનો મોકો મળશે તો નવાઈ નહીં લાગે.

વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને ધ્રુવ જુરેલના સ્થાને અર્શદીપ સિંહ, રિન્કુ અને દુબેને રમવાનો મોકો મળી શકે. સંજુ સૅમસનનું નબળું ફૉર્મ પણ ટીમ મૅનેજમેન્ટને સતાવી રહ્યું હશે એટલે તેની પણ બાદબાકી થઈ શકે.

Also read : રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં 14 વર્ષની સ્વિમર ધીનિધિ છવાઈ ગઈ…


ભારતની સંભવિત ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે/રમણદીપ સિંહ, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button