Australiaટીમ ઇન્ડિયામાં અસંતોષ?: ગૌતમ ગંભીરની ગાદી હાલકડોલક, ખાસ કારણો કયા છે જાણો છો?
ગંભીરનો અભિગમ ગ્રેગ ચૅપલ જેવો હોવાની અટકળનવી
Head coach, India, દિલ્હીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી આવતા મહિને પાકિસ્તાનમાં રમાવાની છે જેમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે અને એ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ જે પર્ફોર્મ કરશે એને આધારે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ-કોચની ગાદી પર જળવાઈ રહેશે કે કેમ એ નક્કી થશે. કહેવાય છે કે ગંભીર ભારતીય ટીમમાં વર્ષોથી જે સુપરસ્ટાર કલ્ચર છે એનો અંત લાવવા માગે છે અને એ મુદ્દે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં અસંતોષ હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે 2012માં ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન હતો ત્યારે તેણે આઇપીએલની ચેન્નઈ સામેની ફાઇનલ માટેની પ્લેઇંગ-ઇલેવનમાંથી બ્રેન્ડન મૅક્લમને નહોતો સમાવ્યો.ગયા વર્ષે જૂનમાં ભારતે રાહુલ દ્રવિડના કોચિંગમાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. ત્યાર બાદ જુલાઈથી ગૌતમ ગંભીર આ હૉટ સીટ પર આવ્યો હતો. ગંભીરના શાસનમાં ભારતીય ટીમ દસમાંથી છ ટેસ્ટ હારી છે તેમ જ શ્રીલંકા સામેની સિરીઝમાં પણ ભારતનો પરાજય થયો હતો. આ પરિણામોને પગલે (ખરાબ ફૉર્મ બદલ) વિરાટ કોહલી તથા રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. કહેવાય છે કે ડ્રેસિંગ-રૂમમાં સિનિયર ખેલાડીઓ સાથે ગંભીરને નથી બનતું. પીટીઆઇને બીસીસીઆઇના એક સિનિયર મેમ્બરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે `આવતા મહિનાની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સારું પર્ફોર્મ નહીં કરે તો ગંભીરનું કોચિંગના હોદ્દા પર ટકી રહેવું મુશ્કેલ થઈ જશે. તેનો કૉન્ટ્રૅક્ટ 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે, પણ મૂલ્યાંકન સતત થતું જ રહેશે. ક્રિકેટ મૅચો પરિણામલક્ષી બની ગઈ છે, પણ ગંભીર હજી સુધી સ્પષ્ટ રીતે સકારાત્મક પરિણામ નથી આપી શક્યો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ ગયેલી ટેસ્ટ-શ્રેણીને લગતું ભારતીય ટીમના પર્ફોર્મન્સનું અવલોકન થઈ ગયું છે. એવું મનાય છે કે ટીમના કલ્ચરની બાબતમાં (ટીમ કેવી હોવી જોઈએ એ વિશે) ગંભીર અને સિનિયર ખેલાડીઓ વચ્ચે મતભેદ છે.
Also read:ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
ગંભીરના કોચ તરીકેના પર્ફોર્મન્સને નજીકથી જોનાર એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું કે `ગંભીર ટીમ ઇન્ડિયામાંથી સુપરસ્ટાર કલ્ચર હટાવી નાખવા માગે છે જે ટીમના કેટલાક ખેલાડીઓને નથી ગમ્યું.’આ સૂત્રએ ગંભીર જ્યારે દિલ્હી વતી રમતો ત્યારની તેની માનસિકતાની વાત કરતા પીટીઆઇને જણાવ્યું કે `એક વાર દિલ્હીના કૅપ્ટન તરીકે ગંભીરે નક્કી કર્યું હતું કે દિલ્હીની હોમ મૅચો લીલા ઘાસથી ભરપૂર દિલ્હી નોર્ટ-વેસ્ટના રોશનારા ગ્રાઉન્ડ પર રમાશે. જોકે ત્યારે ભારતીય ટીમની બહાર રહેલો એક સુપરસ્ટાર ખેલાડી જામિયા મિલિયા ઇસ્લામિયા ગ્રાઉન્ડ પર મૅચ રમાય એવું ઇચ્છતો હતો જે દક્ષિણ દિલ્હીમાં તેના ઘરની નજીક હતું.
ગંભીરે તેનું એ મંતવ્ય ફગાવી દીધું હતું. હવે ટીમ ઇન્ડિયામાં પણ ગંભીરને સુપરસ્ટાર કલ્ચર નથી ચાલવા દેવું.’કહેવાય છે કે અમુક સ્ટાર ખેલાડીઓએ તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં હોટેલ વિશે ખાસ ડિમાન્ડ કરી હતી તેમ જ પ્રૅક્ટિસના સમયની બાબતમાં પણ અમુક પ્રકારની માગ કરી હતી જે ગંભીરને નહોતું ગમ્યું. જોકે વરિષ્ઠ ખેલાડીઓ એવું માને છે કે ગંભીર તરફથી તેમની સાથે બરાબર સંપર્ક નહોતો જાળવી રાખવામાં આવ્યો.દરમ્યાન, એક તરફ સિલેક્શન કમિટી ખેલાડીઓ પસંદ કરવાની બાબતમાં ગંભીરનો મત નથી લેવા માગતા ત્યારે બીજી બાજુ એક ભૂતપૂર્વ સિલેક્ટરે ત્યાં સુધી કહ્યું છે કે ગંભીરના અભિગમમાં ગ્રેગ ચૅપલના વલણનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.
ગ્રેગ ચૅપલ ભારતના સૌથી વિવાદાસ્પદ હેડ-કોચ હતા. તેમના શાસનકાળમાં ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સાથે તેમના અનેક મતભેદો હતા. ભૂતપૂર્વ સિલેક્ટર પીટીઆઇને કહે છે, `ભારતની ટીમના કોચનો અભિગમ રવિ શાસ્ત્રી જેવો મીડિયા-ફ્રેન્ડલી હોવો જોઈએ જેને કારણે ખેલાડીઓ પર્ફોર્મન્સ સુધારવા હંમેશાં સતર્ક રહે. અથવા તો હેડ-કોચ રાહુલ દ્રવિડ કે ગૅરી કર્સ્ટન કે જૉન રાઇટ જેવા હોવા જોઈએ જેઓ ખેલાડીઓને પોતાની રીતે ઝળકવાનું અપ્રોચ રાખે. ગે્રગ ચૅપલ જેવો અપ્રોચ ભારતમાં ન ચાલે. ગંભીર કે શાસ્ત્રી કે દ્રવિડ આવશે અને જશે, પણ ખેલાડીઓ તો ટીમમાં રહેવાના જ છે.’