સ્પોર્ટસ

બાંગ્લાદેશ સાથેના વિવાદ વચ્ચે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર રિધિમાએ ખુલાસો કર્યો કે…

નવી દિલ્હીઃ ભારત કે ભારતીય ક્રિકેટરો કે ભારતીય ક્રિકેટ બોર્ડના ન્યાયી અને વ્યવહારું વલણ છતાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ક્યારેય પણ ભારતને બદનામ કરવાની તક નથી છોડતા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)નો છેલ્લામાં છેલ્લો કિસ્સો ખેલકૂદ જગત માટે આંખ ઉઘાડનારો છે જેમાં ભારતની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર રિધિમા પાઠકે (RIDHIMA PATHAK) ખુલાસો કરવો પડ્યો છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ તેમ જ હિન્દુ સ્ત્રીઓ પરના બળાત્કાર સહિતની જે અત્યાચારની ઘટનાઓ બની રહી છે એને ધ્યાનમાં લઈને ભારત અને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ બાંગ્લાદેશ સાથે સખત વલણ અપનાવ્યું છે.

આપણ વાચો: પાકિસ્તાનમાંથી ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો હિજરત કરવાની તૈયારીમાં!

આના પ્રત્યાઘાતમાં બાંગ્લાદેશમાંથી એવા ખોટા અહેવાલો બહાર આવ્યા છે કે બીસીબીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની બ્રૉડકાસ્ટિંગ પૅનલમાંથી ભારતીય સ્પોર્ટ્સ બ્રૉડકાસ્ટર (ખેલકૂદ પ્રસારક) રિધિમા પાઠકની હકાલપટ્ટી કરી છે.

જોકે ખુદ રિધિમા પાઠકે સ્પષ્ટતામાં કહ્યું છે કે તે પોતે જ બીપીએલ (BPL)ની બ્રૉડકાસ્ટિંગ પૅનલમાંથી નીકળી ગઈ છે. એ રીતે, રિધિમાએ બીસીબીને લઈને જે અહેવાલો ચગી રહ્યા છે એને ખોટા સાબિત કરી દીધા છે.

આપણ વાચો: ખરેખર આ સત્ય છે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારત કરતાં આગળ…?

ખુદ રિધિમા પાઠકે ગુરુવારે સવારે સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું, ` થોડા કલાકોથી એવી ખોટી વાતો ફેલાવવામાં આવી છે કે મને બીપીએલની પૅનલમાંથી કાઢી મૂકવામાં આવી છે. જોકે એ વાત સાચી નથી. મેં પોતે જ પૅનલમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.

મારા માટે હંમેશાં સૌથી પહેલાં મારો દેશ અને પછી બીજું બધું. હું કોઈ પણ અસાઇનમેન્ટની પહેલાં ક્રિકેટની મહાન રમતને વધુ મૂલ્યવાન ગણું છું. મને ઘણા વર્ષોથી આ રમતમાં પ્રામાણિકપણે, પૅશન સાથે અને સન્માનપૂર્વક સેવા આપવાનું ગૌરવ મળ્યું છે અને એ અભિગમ ક્યારેય નહીં બદલું. હું સદા મારા દેશની સંગઠિતતા તેમ જ ખેલભાવનાની જ પડખે રહીશ.’

ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ પોતાના સ્ક્વૉડમાંથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની હકાલપટ્ટી કરી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button