સ્પોર્ટસ

IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…

ચંડીગઢ: આઇપીએલના પંજાબ કિંગ્સ ફ્રૅન્ચાઇઝીએ પોતાની ટીમ માટે રિકી પૉન્ટિંગને હેડ-કોચ બનાવ્યો છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને દિલ્હી કૅપિટલ્સ સાથે છેડો ફાડ્યો એના બે મહિના બાદ તેને પંજાબની ટીમને કોચિંગ આપવાનો અવસર મળ્યો છે. તે 2025ની આઇપીએલથી જવાબદારી સંભાળશે. નવાઈની વાત એ છે કે પ્રિટી ઝિન્ટાની સહ-માલિકીવાળી પંજાબની ટીમને ચાર સીઝનમાં ત્રીજો હેડ-કોચ મળ્યો છે.

પૉન્ટિંગ સાત વર્ષ સુધી દિલ્હીની ટીમ સાથે જોડાયેલો હતો. પૉન્ટિંગને પંજાબે એક કરતાં વધુ વર્ષ માટે હેડ-કોચ બનાવ્યો છે અને એવું મનાય છે કે કોચિંગ-સ્ટાફમાં કોને લેવા એનો અંતિમ નિર્ણય પૉન્ટિંગ લેશે. કહેવાય છે કે પૉન્ટિંગ એ જ શરતે પંજાબ સાથે જોડાઈ રહ્યો છે.

પંજાબે ગઈ સીઝન સુધીના હેડ-કોચ ટ્રેવર બેલિસને કોઈ નવો હોદ્દો આપવાનું નક્કી કર્યું છે કે નહીં એની જાણ નહોતી. એ જ પ્રમાણે, સંજય બાંગડ (ક્રિકેટ ડેવલપમેન્ટના ચીફ), ચાર્લ લૅન્ગવેલ્ટ (ફાસ્ટ બોલિંગ કોચ) અને સુનીલ જોશી (સ્પિન બોલિંગ કોચ)ને હોદ્દા પર જાળવી રાખવામાં આવશે કે કેમ એ વિશે પણ કોઈ જાણ નહોતી કરાઈ.

2024ની સીઝનમાં પંજાબની ટીમ છેક નવમા નંબરે (મુંબઈ ઇન્ડિયન્સથી એક ક્રમ ઉપર) રહી હતી. 2014 પછી પંજાબની ટીમ પ્લે-ઑફમાં નથી પહોંચી શકી. એ સીઝનમાં તેઓ રનર-અપ હતા. આઇપીએલ-2024માં બીજી વાર સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કૅપ જીતનાર પંજાબના પેસ બોલર હર્ષલ પટેલ તેમ જ લોકપ્રિય બૅટર્સ શશાંક સિંહ અને આશુતોષ શર્મા તેમ જ અર્શદીપ સિંહ, જિતેશ શર્મા, રાહુલ ચાહર તેમ જ સૅમ કરૅન, લિઆમ લિવિંગસ્ટન, જૉની બેરસ્ટૉ અને કૅગિસો રબાડામાંથી કોને રીટેન કરવા અને કોને હરાજી માટે રિલીઝ થવા દેવા એ બાબતમાં પૉન્ટિંગ ટીમના મૅનેજમેન્ટ અને ફ્રૅન્ચાઇઝીના માલિકો સાથે સઘન ચર્ચા કરશે.
શિખર ધવન તાજેતરમાં જ નિવૃત્ત થઈ ગયો હોવાથી પંજાબનું સુકાન કોને સોંપાશે એ પણ મહત્ત્વનો સવાલ છે.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?