રોહિત અને બુમરાહ સાથે આઇપીએલમાં રમવાથી ઘણું શીખવા મળશેઃ રિકેલ્ટન
![Playing in IPL with Rohit and Bumrah will teach you a lot: Rickelton](/wp-content/uploads/2025/02/ryan-rickelton.webp)
જ્હોનિસબર્ગ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સાઉથ આફ્રિકા ટી-20માં પોતાના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર રિયાન રિકેલ્ટન આ વર્ષે આઇપીએલમાં ડેબ્યૂ કરવા માટે ઉત્સાહિત છે અને તેનું માનવું છે કે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો સાથે રમવાથી તેને ઘણુ શીખવા મળશે.
રિકેલ્ટને અહીં એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, “હું આ વર્ષે આઇપીએલમાં ડેબ્યૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું હંમેશા આઈપીએલમાં રમવા માંગતો હતો અને મુંબઈ ઈન્ડિયન્સ એક શાનદાર ટીમ છે. હવે થોડા અઠવાડિયા બાકી છે અને હું આઇપીએલમાં રમવા માટે આતુર છું.
આ પણ વાંચો…ટ્રેન્ટ બૉલ્ટનો અનોખો રેકોર્ડ: વિશ્વનો એવો પહેલો ક્રિકેટર બન્યો જેણે…
તેણે કહ્યું હતું કે “રોહિત, હાર્દિક અને જસપ્રીત જેવા ખેલાડીઓ સાથે રમવું એ મારા માટે શીખવાની એક શ્રેષ્ઠ તક અને પ્લેટફોર્મ હશે. હું તેની રાહ જોઈ રહ્યો છું. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં શાનદાર 259 રન ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેને સાઉથ આફ્રિકા ટી-20ની ત્રીજી સીઝનમાં આઠ મેચમાં 336 રન ફટકાર્યા હતા. તેમની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉને બે વખતના ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું.