સ્પોર્ટસ

રેસ્ટ ઑફ ઇન્ડિયાનો ધબડકો, પૃથ્વીએ મુંબઈને વિજયની આશા અપાવી

ઈશ્ર્વરન ડબલ સેન્ચુરી અને ધ્રુવ જુરેલ સેન્ચુરી ચૂકી ગયો

લખનઊ: પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં શુક્રવારના ચોથા દિવસે મુંબઈના સ્પિનર્સે રેસ્ટ ઑફ ઇન્ડિયાના પ્રથમ દાવમાં ધબડકો બોલાવ્યો ત્યાર બાદ ઓપનર પૃથ્વી શૉએ બીજા દાવમાં આક્રમક બૅટિંગથી 76 રન બનાવીને મુંબઈને વિજયની આશા અપાવી હતી. રમત બંધ રહી ત્યારે મુંબઈનો સેક્ધડ ઇનિંગ્સનો સ્કોર છ વિકેટે 153 રન હતો. પ્રથમ દાવની સરસાઈ ગણતાં મુંબઈના કુલ 274 રન હતા અને ચાર વિકેટ પડવાની બાકી હતી.

મુંબઈએ પણ બીજા દાવમાં પૃથ્વી શૉ (76 રન, 105 બૉલ, એક સિક્સર, આઠ ફોર)ની ઇનિંગ્સને બાદ કરતા એકંદરે ધબડકો જ જોયો હતો. ઓપનર આયુષ મ્હાત્રે (18 બૉલમાં 14 રન) અને પૃથ્વી વચ્ચે બાવન રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પણ ત્યાર બાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી.

ખાસ કરીને કૅપ્ટન અજિંક્ય રહાણે નવ રન બનાવીને, શ્રેયસ ઐયર આઠ રન બનાવીને અને શમ્સ મુલાની શૂન્ય પર આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચો :ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…

પ્રથમ દાવમાં અણનમ 222 રન બનાવનાર સરફરાઝ ખાન નવ રને અને તનુષ કોટિયન 20 રને દાવમાં હતો.

મુંબઈની છમાંથી ચાર વિકેટ રેસ્ટ ઑફ ઇન્ડિયા વતી રમતા મધ્ય પ્રદેશના ઑફ-સ્પિનર સારાંશ જૈને લીધી હતી. બે વિકેટ રાજસ્થાનના લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે લીધી હતી.

એ પહેલાં, મુંબઈના પ્રથમ દાવના 537 રનના જવાબમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ 416 રન બનાવ્યા હતા. કૅપ્ટન અભિમન્યુ ઈશ્ર્વરન (191 રન, 292 બૉલ, એક સિક્સર, સોળ ફોર) નવ રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. આ તેની 26મી સદી હતી. વિકેટકીપર ધ્રુવ જુરેલ (93 રન, 121 બૉલ, એક સિક્સર, તેર ફોર) સાત રન માટે બીજી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ચૂકી ગયો હતો. બન્ને બૅટરને મુંબઈના સ્પિનર શમ્સ મુલાનીએ કૅચઆઉટ કરાવ્યા હતા. ઈશ્ર્વરન-જુરેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 165 રનની પાર્ટનરશિપ થઈ હતી.

રેસ્ટ ઑફ ઇન્ડિયાએ છેલ્લી છ વિકેટ માત્ર 23 રનમાં ગુમાવી હતી. 393 રનના સ્કોર પર ચાર જ વિકેટ હતી, પરંતુ એ સ્કોર પર પાંચમી વિકેટ પડી હતી અને પછી ધબડકો શરૂ થયો હતો અને 416 રનના સ્કોર પર ટીમ સમેટાઈ ગઈ હતી. શમ્સ મુલાની અને તનુષ કોટિયને ત્રણ-ત્રણ તેમ જ માહિત અવસ્થીએ બે અને મોહમ્મદ જુનેદ ખાને એક વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત