ક્રિકેટના મેદાન બહાર આ શું કરતો જોવા મળ્યો રવિન્દ્ર જાડેજા, વીડિયો થયો વાઈરલ…

ટીમ ઈન્ડિયા સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઉર્ફે બાપુ પોતાની રમતની સાથે સાથે રાજપુતાના શાન માટે ખૂબ જ ફેમસ છે. બાપુ મેદાન પર હમેશાં પોતાની ગેમથી ફેન્સને પ્રભાવિત કરે જ છે પણ હાલમાં બાપુનો એકદમ અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે અને ફેન્સ બાપુનો આ અંદાજ જોઈને એકદમ ફ્લેટ થઈ ગયા છે.
હંમેશા પોતાની આગવી સ્ટાઈલ અને ઠાઠમાં જોવા મળતા બાપુના દાઢી-મૂંછ સિવાય તેમના હાથ પર કરાવવામાં આવેલા ટેટૂ તેમની પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી દે છે. રવિન્દ્ર જાડેજા બાપુએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં બાપુ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ બળદ ગાડુ હંકારીને વિન્ટેજ રાઈડની મજા માણતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ખુદ રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
જાડેજાએ આ બળદ ગાડાની સવારીને વિન્ટેજ સવારી ગણાવી છે.
આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બાપુના વીડિયો પર એક યુઝર્સ કમેન્ટ કરતા ‘રાજપૂતાના’ લખ્યું છે, તો વળી બીજા એક યુઝર્સે કોમેન્ટ સેકશનમાં ‘હવે બાપુ સાચા.. હોં…’ એવી કમેન્ટ કરી રહ્યા છે. ત્રીજા એક યુઝર્સે ‘બાપુ…કઈ નઈ ઘટે હો…’ જેવી કમેન્ટ પણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ક્રિકેટ મેદાનમાં પોતાના પરફોર્મન્સ માટે ફેમસ છે, એટલા જ સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. ઘણી વખત તેઓ અહીં ક્યારેક રોયલ લુકમાં જોવા મળે છે, તો ક્યારેક સિંહ સાથે સેલ્ફી ક્લિક કરતાં ફોટો પોસ્ટ કરે છે. ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ગ્રાઉન્ડની જેમ પોતાની પર્સનલ લાઈફમાં પણ એકદમ ઓલરાઉન્ડર છે. આ પહેલાં બાપુએ ઘોડે સવારી બાદ હવે બાપુનો આ બળદગાડાની સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.