Ravindra Jadejaએ Jonny Bairstow સાથે મેચમાં કર્યું કંઈક એવું કે…

Team India And England વચ્ચે હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 84 રન ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પોતાની બોલિંગથી સામેવાળી ટીમ પર કહેર વરસાવવાનું ચાલું જ રાખ્યું છે. હવે બીજી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા પોતાની આક્રમક બોલિંગથી લાઈમલાઈટ વહોરી લઈ રહ્યો છે. પણ આ મેચમાં રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ બેટ્સમેન જોની બેયરસ્ટો સાથે કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું કર્યું રવીન્દ્ર જાડેજાએ…
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 28મી ઓવરમાં કંઈક એવું થયું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. રવીન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગથી જોની બેયરસ્ટોને બોલ્ડ કરીને મહેમાન ટીમના મૂળિયા જ ઉખાડીને ફેંકી દીધા હતા. જોની બેયરસ્ટો ખૂબ જ આક્રમક બેટ્સમેન છે અને ક્રીઝ પર ટકી જઈને વિરોધી ટીમના ધજાગરા ઉડાડવા માટે જાણીતો છે.
પરંતુ આજે 28મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના એક મેજિક બોલે જોની બેયરસ્ટોનો ઓફ સ્ટમ્પ જ ઉડાવી દીધો તો અને આ જોઈને જોની બેયરસ્ટો ખુદ પણ ચોંકી ઉઠ્યો હતો. તેના આ રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ રીતે આઉટ થવાને કારણે જોની બેયરસ્ટોનું મોઢું ખૂલું રહી જાય છે. 24 બોલમાં 10 રન બનાવીને જોની પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આ પહેલાંની ટેસ્ટ મેચમાં પણ જોનીના ફ્લોપ શો બાદ બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કાઢવા અંગે વિચારણા થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 436 રન બનાવ્યા છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની પહેલી ઈનિંગના આધારે 190 રનની લીડ હાંસિલ કરી લીધી છે. ભારત માટે રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જાડેજાએ 87 રન બનાવ્યા હતા. આ સિવાય કે. એલ. રાહુલ 86 અને યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા.