એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો રવિન્દ્ર જાડેજા
બેંગલુરુ:ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવાર (૧૨ નવેમ્બર)ના રોજ વર્લ્ડ કપ ૨૦૨૩માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો. નેધરલેન્ડ્સ સામેની મેચમાં જાડેજાએ નવ ઓવર નાંખી અને ૪૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે વાન ડેર મર્વેને પેવેલિયન મોકલીને અનિલ કુંબલે અને યુવરાજ સિંહને પાછળ છોડી દીધા હતા.
આ વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાના નામે હવે ૧૬ વિકેટ છે. તેણે નવ મેચમાં ૧૮.૨૫ની બોલિંગ એવરેજ અને ૩.૯૭ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરતી વખતે આ વિકેટો લીધી છે.
જાડેજા પહેલા ભારતીય સ્પિનરના વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે અને યુવરાજ સિંહના નામે હતો. અનિલ કુંબલેએ ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ૧૫ વિકેટ ઝડપી હતી. જ્યારે યુવરાજ સિંહે વર્લ્ડ કપ ૨૦૧૧માં ૧૫ વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે હવે સેમિફાઇનલ મેચ રમવાની છે. આ પછી જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો જાડેજા પાસે વધુ બે મેચ હશે. અહીં પણ જાડેજા વિકેટ લઈને પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી શકે છે. જાડેજાની સાથે સાથે કુલદીપ યાદવ પણ આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ૧૪ વિકેટ ઝડપી છે. ઉ