ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
કાનપુર: બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશના ખાલેદ અહેમદને આઉટ કરતા જ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. રવિન્દ્ર જાડેજા ભારત તેમજ એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર ખેલાડી બન્યો છે. જાડેજા આવું કરનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. અગાઉ કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન 3000 રન અને 300 વિકેટ બનાવી ચુક્યા છે.
વર્લ્ડ ક્રિકેટ સાથે વાત કરીએ તો જાડેજા બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડના મહાન ખેલાડી ઈયાન બોથમ નંબર 1 પર છે. બોથમે 72 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જાડેજા તેની 73મી ટેસ્ટ મેચમાં આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો.
જાડેજા 300 ટેસ્ટ વિકેટ ઝડપનાર 7મો ભારતીય બોલર છે. તેણે અહિયાં સુધી સુધી પહોંચવા માટે 17428 બોલ લીધા હતા, આ બાબતે ટે બીજો સૌથી ઝડપી બન્યો હતો. રવિચંદ્રન અશ્વિન 15636 બોલમાં 300 વિકેટ પૂરી કરી હતી.
300 વિકેટ લેનાર ભારતીય બોલરોમાં અનિલ કુંબલે (619), આર અશ્વિન (524), કપિલ દેવ (434), હરભજન સિંહ (417), ઈશાંત શર્મા (311) અને ઝહીર ખાન (311)નો સમાવેશ થાય છે.
આ મેચમાં, બાંગ્લાદેશના બેટર મોમિનુલ હકે ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે, મોમિનુલ ભારતીય ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર બાંગ્લાદેશનો બીજો બેટર બન્યો હતો. મોમિનુલની 194 બોલમાં અણનમ 107 રનની ઈનિંગ રમી, જેને કારણે બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં 233/10 સુધી પહોંચ્યું હતું.
Also Read –