સ્પોર્ટસ

હવે રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટેસ્ટની નિવૃત્તિ માટે આપ્યું ચોંકાવનારું નિવેદન

સિડનીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં છેલ્લી ટેસ્ટ મેચ માટે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ચોથી ટેસ્ટમાં જીતવાની બાજી હાર્યા પછી ભારતીય ટીમ અને બોર્ડમાં વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા માટે મોટું નિવેદન આપ્યું હતું.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટીકાનો સામનો કરી રહેલો કેપ્ટન રોહિત શર્મા નજીકના ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે તો તેમને આશ્ચર્ય થશે નહીં. તેમનું કહેવું છે કે શુભમન ગિલ જેવા પ્રતિભાશાળી અને ફોર્મમાં રહેલા યુવા ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રોહિત શર્માના ટેસ્ટ કરિયરનો ધ એન્ડ! ટીમમાંથી પડતો મુકાનાર પહેલો કેપ્ટન બની શકે છે

રોહિત તેના બીજા બાળકના જન્મને કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પાંચ મેચોની શ્રેણીની શરૂઆતની ટેસ્ટમાં રમી શક્યો ન હતો પરંતુ તે પછી પાંચ ઇનિંગ્સમાં તેનો સર્વોચ્ચ સ્કોર 10 રન રહ્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મેચની પૂર્વસંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માના પ્લેઇંગ ઇલેવનમાં સ્થાનને લઇને કોઇ પુષ્ટી કરી નહોતી.

શાસ્ત્રીએ આઇસીસી રિવ્યૂ’માં કહ્યું હતું કે, “તે પોતાની કારકિર્દી અંગે નિર્ણય લેશે. પરંતુ જો રોહિત શર્મા નિવૃત્ત થાય છે તો મને જરાય આશ્ચર્ય થશે નહીં કારણ કે તેની ઉંમર વધી રહી છે, ઘટી રહી નથી.

તેમણે કહ્યું હતું કે ગિલ જેવા કેટલાક અન્ય યુવા ખેલાડીઓ ટીમમાં સામેલ થવા તૈયાર છે. તે અત્યારે ટીમ સાથે જોડાઈ શકતા નથી. રોહિતની નિવૃત્તિની જાહેરાતથી મને આશ્ચર્ય થશે નહીં. પરંતુ તે તેનો નિર્ણય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button