T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: રઉફ ટી-20 ઇન્ટરનેશનલમાં 100મી વિકેટ લેનાર ફાસ્ટેસ્ટ પેસ બોલર

એડમ ઝેમ્પા ટી-20માં 100 વિકેટ લેનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન

ઍન્ટિગા/ન્યૂ યોર્ક: બે દેશના એક-એક બોલરે મંગળવારે ટી-20 ઇન્ટરનેશનલમાં મોટી સિદ્ધિ મેળવી હતી. તેમણે એક જ દિવસે આ સૌથી ટૂંકા ફોર્મેટમાં 100મી વિકેટ લીધી હતી. એક હતો પાકિસ્તાનનો પેસ બોલર હૅરિસ રઉફ અને બીજો ઑસ્ટ્રેલિયાનો સ્પિનર એડમ ઝેમ્પા.

Read more: IND vs USA: આજે ન્યુયોર્કની પિચ કેવી રહેશે, જાણો સંભવિત પ્લેઇંગ-11, બંને ટીમનો રેકોર્ડ, વેધર રીપોર્ટ

રઉફ ટી-20 ઇન્ટરનેશનલમાં વિશ્વમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 100 વિકેટ લેનાર પેસ બોલર બન્યો હતો.
તેણે 100મી વિકેટ 69મી ઇનિંગ્સમાં લીધી હતી. એ સાથે તેણે ઓમાનના બિલાલ ખાન (71 ઇનિંગ્સમાં 100 વિકેટ)નો વિશ્વવિક્રમ તોડ્યો હતો. આ લિસ્ટમાં પછીના ક્રમે આયરલેન્ડનો માર્ક ઍડેર (72 ઇનિંગ્સ), શ્રીલંકાનો લસિથ મલિન્ગા (76 ઇનિંગ્સ) અને બાંગલાદેશનો મુસ્તફિઝૂર (80 ઇનિંગ્સ) છે.

રઉફે કૅનેડા સામે કુલ બે વિકેટ લીધી હતી. પાકિસ્તાને મોહમ્મદ આમિર (13 રનમાં બે વિકેટ) અને મોહમ્મદ રિઝવાન (53 અણનમ)ના પર્ફોર્મન્સથી કૅનેડાને સાત વિકેટે હરાવી દીધું હતું.

Read more: T20 World Cup: ઓસ્ટ્રેલિયા માત્ર 34 બૉલમાં જીતીને પહોંચ્યું સુપર એઇટમાં

સ્પિનર એડમ ઝેમ્પા ટી-20માં 100 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો પહેલો જ બોલર બન્યો છે. તેણે આ સિદ્ધિ મંગળવારે નામિબિયા સામેની મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના સુપર પર્ફોર્મન્સ (4-0-12-4) થકી જ ઑસ્ટ્રેલિયાને આસાનીથી સુપર એઇટ રાઉન્ડમાં જવા મળી ગયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button