સ્પોર્ટસ

એવું તે શું થયું કે રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરવી પડી સ્પષ્ટતા…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર ઘણી વખત કામની માહિતી મળી જાય છે તો ઘણી વખત બેફિઝૂલની માહિતીને કારણે સમય અને શક્તિ બંનેનો વેડફાટ થાય છે. આજે આપણે અહીં આવા જ એક સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં ફેક સમાચાર વિશે વાત કરવાના છીએ અને આ સમાચાર ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા સાથે સંકળાયેલા છે. જોકે, આ ફેક સમાચાર બાબતે રતન ટાટાએ પણ સ્પષ્ટતા કરી હતી.

વાત જાણે એમ છે કે રતન ટાટાએ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાની મદદ કરી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ સમાચાર સોશિયલ મીડિયા પર એટલા બધા વાઈરલ થયા કે આખરે રતન ટાટાએ ખુદ સામે આવીને આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. આવો જોઈએ શું સ્પષ્ટતા કરી રતન-ટાટાએ-
અબજોપતિ રતન ટાટાએ સોશિયલ મીડિયા પર જ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ક્રિકેટ સાથે મારો દૂરદૂરનો કોઈ સંબંધ નથી. આ સમાચાર સદંતર ખોટા છે. એટલું જ નહીં તેમણે પોસ્ટ કરવાની સાથે સાથે યુઝર્સને એવી સલાહ પણ આપી હતી કે કૃપા કરીને આ પ્રકારના વોટ્સએપ ફોર્વર્ડ્સ અને વીડિયો પર ત્યાં સુધી ભરોસો ના કરશો, જ્યાં સુધી એ મારા ઓફિશિયલ એકાઉન્ટ પરથી પોસ્ટ ના કરવામાં આવી હોય.


રતન ટાટાએ પોસ્ટમાં લખ્યું છે કે મેં ICC કે પછી કોઈ પણ અન્ય ક્રિકેટ ફેકલ્ટીને કોઈ પણ ખિલાડીની પેનલ્ટી કે ઈનામ આપવા અંગેનું સૂચન કર્યું નથી. મારું ક્રિકેટ સાથે દૂર દૂરનો કોઈ સંબંધ નથી. આ પ્રકારના વાઈરલ થઈ રહેલાં તમામ સમાચાર ખોટા છે, અને એનો કોઈ જ આધાર નથી.


જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે રતન ટાટાના નામે કોઈ ફેક ન્યુઝ વાઈરલ થઈ રહ્યા. આ પહેલાં પણ આવું થઈ ચૂક્યું છે અને એ વખતે પણ રતન ટાટાએ ખુદ સ્પષ્ટતા કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button