રણજી ટ્રોફી: વિદર્ભ અને મધ્ય પ્રદેશની સેમિફાઇનલ રોમાંચક તબક્કામાં પહોંચી, યશ રાઠોડની લડાયક ઇનિંગ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રણજી ટ્રોફી: વિદર્ભ અને મધ્ય પ્રદેશની સેમિફાઇનલ રોમાંચક તબક્કામાં પહોંચી, યશ રાઠોડની લડાયક ઇનિંગ

નાગપુર: વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફીની સેમિફાઇનલ રસપ્રદ તબક્કામાં પહોંચી હતી. યશ રાઠોડના અણનમ 97 રનની મદદથી વિદર્ભે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને મધ્ય પ્રદેશ સામે ત્રીજા દિવસે છ વિકેટે 343 રન કર્યા હતા. રાઠોડે 165 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા. કેપ્ટન અક્ષર વાડકરે તેને સારો સાથ આપ્યો અને 139 બોલમાં 77 રન ફટકાર્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 158 રન ઉમેર્યા હતા જ્યારે એક સમયે વિદર્ભે 161 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના અંતે વિદર્ભે 261 રનની લીડ હાંસલ કરી હતી.
ગઈકાલે એક વિકેટે 13 રનના સ્કોરથી આગળ રમતા વિદર્ભે બીજી ઓવરમાં અક્ષર વખારેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ધ્રુવ શોરે (65 બોલમાં 40 રન) અને અમન મોખાડે (100 બોલમાં 59 રન)એ ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે શોરેને આઉટ કરીને ભાગીદારી તોડી હતી.
તે સમયે વિદર્ભનો સ્કોર ત્રણ વિકેટે 90 રન હતો. આ પછી મોખાડે અને કરુણ નાયર (38) પણ આઉટ થઈ ગયા હતા જેના કારણે વિદર્ભનો સ્કોર પાંચ વિકેટે 161 રન થઈ ગયો હતો અને તેની પાસે માત્ર 79 રનની લીડ હતી.
આ પછી રાઠોડ અને વાડકરે મધ્ય પ્રદેશના બોલરો પર દબાણ બનાવીને ફરીથી દાવને આગળ ધપાવ્યો હતો. વાડકર મેચની અંતિમ ક્ષણોમાં ઝડપી બોલર અનુભવ અગ્રવાલનો શિકાર બન્યો હતો. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button