રણજી સેમિ ફાઇનલમાં મુંબઈ 260 રનથી અને ગુજરાત 235 રનથી પાછળ…

નાગપુર/અમદાવાદઃ રણજી ટ્રોફીની પાંચ દિવસીય સેમિ ફાઇનલમાં આજે વિદર્ભના 383 રનના જવાબમાં મુંબઈની ટીમ 270 રન બનાવી શકી હતી અને બીજા દાવમાં વિદર્ભએ 147 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, પણ સરસાઈ સહિત એના 260 રન હોવાથી મુંબઈ થોડું મુશ્કેલીમાં હતું.
Also read : મિલિંદ રેગેનું નિધનઃ 1988માં સચિનને મુંબઈની રણજી ટીમમાં સિલેક્ટ કરનાર કમિટીના તેઓ મેમ્બર હતા
ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ વતી આકાશ આનંદે (106 રન) સેન્ચુરી ફટકારીને મુંબઈને સન્માનજનક ટોટલ અપાવ્યું હતું. વિદર્ભ વતી પાર્થ રેખાડેએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
અમદાવાદમાં કેરળે વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીનના અણનમ 177 રનની મદદથી 457 રન બનાવ્યા બાદ ગુજરાતે સારી વળતી લડતથી ફક્ત એક વિકેટના ભોગે 222 રન બનાવ્યા હતા જેમાં ઓપનર પ્રિયાંક પંચાલ (117 નૉટઆઉટ) અને આર્ય દેસાઈનું 73 રનનું યોગદાન હતું.
એ પહેલાં, ગુજરાતના લેફ્ટ-આર્મ પેસ બોલર અર્ઝાન નાગવાસવાલાએ સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ કૅપ્ટન-પેસ બોલર ચિંતન ગજાએ બે વિકેટ લીધી હતી.
Also read : Champions trophy PAK vs NZ: પાકિસ્તાને ટોસ જીતી લીધો આ નિર્ણય; જુયો બંને ટીમની પ્લેઈગ-11
ગુજરાતના આઠ બોલરનું આક્રમણ કેરળને 450-પ્લસનો સ્કોર નોંધાવતા રોકી નહોતું શક્યું.