સ્પોર્ટસ

રણજી ટ્રોફી: સૌરાષ્ટે્ર રાજસ્થાન સામે મેળવી મોટી જીત, જાડેજાની સાત વિકેટ

જયપુર: રણજી ટ્રોફીમાં ગ્રુપ-એની મેચમાં સૌરાષ્ટે્ર રાજસ્થાનને 218 રનથી હરાવ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બીજી ઇનિંગમાં 32 રનમાં સાત વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે મેચમાં 131 રન આપીને 12 વિકેટ ઝડપી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મેચમાં સૌરાષ્ટે્ર 6 પોઈન્ટ મેળવ્યા હતા. સૌરાષ્ટે્ર સવારે તેનો બીજો દાવ 4 વિકેટે 174 રનથી આગળ વધાર્યો હતો અને 6 વિકેટે 234 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. અર્પિત વસાવડા 74 રન કરીને અણનમ રહ્યો હતો. આ રીતે સૌરાષ્ટે્ર રાજસ્થાનને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની ટીમ માત્ર 28.4 ઓવરમાં 87 રનમાં આઉટ થઈ ગઈ હતી. જાડેજા સિવાય યુવરાજ સિંહ ડોડિયાએ 25 રનમાં 3 વિકેટ ઝડપી હતી. યુવરાજે પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપી હતી.આ રીતે સૌરાષ્ટ્રના સ્પિનરોએ પિચની મદદનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને મેચમાં 19 વિકેટ ઝડપી હતી. બીજી તરફ પુણેમાં વિદર્ભે મહારાષ્ટ્રને 10 વિકેટે હરાવ્યું હતું. મહારાષ્ટે્ર પ્રથમ દાવમાં 208 રન કર્યા હતા. જેના જવાબમાં વિદર્ભે 552 રનનો જંગી સ્કોર કર્યો હતો. મહારાષ્ટ્રની ટીમ બીજા દાવમાં 371 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભે 28 રનનો ટાર્ગેટ 6 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના હાંસલ કરી લીધો હતો. મહારાષ્ટ્ર માટે બીજા દાવમાં મુર્તઝા ટ્રંકવાલાએ 86 રન અને અંકિત બાવને 84 રન ફટકાર્યા હતા. વિદર્ભ માટે આદિત્ય ઠાકરેએ 54 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button