રણજી ટ્રોફીઃ સૌરાષ્ટ્રના આઠ વિકેટે 258 | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રણજી ટ્રોફીઃ સૌરાષ્ટ્રના આઠ વિકેટે 258

રાજકોટઃ અહીં રણજી ટ્રોફી (Ranji trophy)ના બીજા રાઉન્ડમાં પ્રથમ દિવસે મધ્ય પ્રદેશ સામે સૌરાષ્ટ્ર (Saurashtra)એ પ્રથમ બૅટિંગમાં આઠ વિકેટે 258 રન કર્યા હતા જેમાં ચિરાગ જાનીના 82 રન હાઇએસ્ટ હતા.

રવીન્દ્ર જાડેજા (36 રન) ઉપરાંત બીજો કોઈ પણ 40 રન સુધી નહોતો પહોંચી શક્યો.

મધ્ય પ્રદેશના કુમાર કાર્તિકેયે ચાર વિકેટ લીધી હતી. આ મૅચ માટેની સૌરાષ્ટ્રની પ્લેઇંગ ઇલેવનમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ નથી.

અન્ય કેટલીક રણજી મૅચોની સ્થિતિ આ મુજબ હતીઃ (1) વિઝિયાનગરમમાં આંધ્ર સામે બરોડાના છ વિકેટે 230 રન. (2) કોલકાતામાં ગુજરાત સામે બેન્ગાલના સાત વિકેટે 244 રન. ગુજરાતના સિદ્ધાર્થ દેસાઈએ ત્રણ વિકેટ લીધી. (3) મુંબઈમાં છત્તીસગઢ સામે મુંબઈના અજિંક્ય રહાણે (રિટાયર્ડ હર્ટ)ના 118 રન અને સિદ્ધેશ લાડના 80 રન સહિત પાંચ વિકેટે 251 રન.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button