સ્પોર્ટસ
રણજી મૅચ: મુંબઈના 248/6, સૂર્યાંશ 99 રને થયો આઉટ

અગરતલા: રણજી ટ્રોફીમાં શનિવારે પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ ત્રિપુરા સામે પ્રથમ દાવમાં છ વિકેટે 248 રન બનાવ્યા હતા. સૂર્યાંશ શેડગે 99 રને આઉટ થઈ જતાં બહુમૂલ્ય ઇનિંગ્સમાં સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે તેણે મુંબઈને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું.
મુંબઈએ બૅટિંગ પસંદ કરી હતી અને પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે મુંબઈનો સ્કોર છ વિકેટે 248 રન હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના 35 રન પણ હતા. શમ્સ મુલાની 38 રને રમી રહ્યો હતો. મુંબઈની બે વિકેટ મણિશંકરે અને બે વિકેટ અભિજીત સરકારે લીધી હતી.
અન્ય રણજી મૅચોમાં વડોદરામાં ઓડિશાને 193 રને આઉટ કર્યા બાદ બરોડાએ એક વિકેટે 50 રન બનાવ્યા હતા.
જયપુરમાં ગુજરાતે રાજસ્થાન સામે સાત વિકેટે 285 રન બનાવ્યા હતા.
રાજકોટમાં રેલવેની ટીમ 234 રને આઉટ થઈ ત્યાર બાદ સૌરાષ્ટ્રએ વિના વિકેટે 35 રન બનાવ્યા હતા.