સ્પોર્ટસ

રણજી ટ્રોફી: મોહિત અવસ્થીની સાત વિકેટે મુંબઈને લીડ અપાવી, સૌરાષ્ટ્ર અને બરોડા પણ સારી સ્થિતિમાં

થુમ્બા (તિરુવનંતપુરમ): ચાર દિવસની રણજી ટ્રોફી મૅચમાં શનિવારે બીજા દિવસે કેરળ સામે મુંબઈએ પ્રથમ દાવમાં સાત રનની લીડ લીધા પછી બીજા દાવમાં વિના વિકેટે 105 રન બનાવ્યા હતા. કેરળને પહેલા દાવમાં 244 રનમાં ઑલઆઉટ કરાવવામાં પેસ બોલર મોહિત અવસ્થી (15.2-3-57-7)નું બહુ મોટું યોગદાન હતું. કેરળના સચિન બૅબી (65 રન), રોહન કુન્નુમ્મલ (56 રન) અને કૅપ્ટન સંજુ સૅમસન (38 રન) સહિતના બૅટર્સે મુંબઈના બોલર્સનો થોડીઘણી સમજદારીથી સામનો કર્યો હતો.

નાગપુરમાં વિદર્ભ સામે સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં 206 રન બનાવ્યા પછી વિદર્ભને બીજા દાવમાં 78 રનમાં ઑલઆઉટ કરીને 128 રનની લીડ લીધી હતી. ચિરાગ જાનીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રના બીજા દાવમાં ત્રણ વિકેટે 205 રન હતા જેમાં વિશ્ર્વરાજ જાડેજાના 79 રન, કેવિન જીવરાજાણીના 57 રન હતા અને ચેતેશ્ર્વર પુજારા 49 રને રમી રહ્યો હતો.
ધરમશાલામાં હિમાચલ પ્રદેશ સામે બરોડાએ પહેલા દાવમાં 482 રન બનાવ્યા હતા જેમાં શાશ્ર્વત રાવતના 207 રન અને શિવાલીક શર્માના 188 રન સામેલ હતા. હિમાચલે 143 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. અભિમન્યુ સિંહ રાજપૂતે ચાર અને અતિત શેઠે ત્રણ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker