રણજી ટ્રોફી ફાઇનલમાં ત્રીજા દિવસના અંતે કેરળ 342 રનમાં ઓલઆઉટઃ વિદર્ભે મેળવી 37 રનની લીડ…

નાગપુરઃ રણજી ટ્રોફી 2024-25ની ફાઇનલ મેચ વિદર્ભ ક્રિકેટ ટીમ અને કેરળ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે કેરળની આખી ટીમ 125 ઓવરમાં ફક્ત 342 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે વિદર્ભે 37 રનની લીડ મેળવી હતી. વિદર્ભ પ્રથમ દાવમાં 379 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
Also read : શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ
પહેલી ઇનિંગમાં કેરળની શરૂઆત નિરાશાજનક રહી હતી. તેણે 14 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આદિત્ય સરવટે અને અહમદ ઇમરાને સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પ્રથમ ઇનિંગમાં સમગ્ર કેરળ ટીમ 125 ઓવરમાં 342 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેરળની ટીમ હજુ પણ 37 રન પાછળ છે. કેરળ માટે કેપ્ટન સચિન બેબીએ 98 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ શાનદાર ઇનિંગ દરમિયાન સચિન બેબીએ 235 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. સચિન બેબી ઉપરાંત આદિત્ય સરવટે 79 રન ફટકાર્યા હતા. વિદર્ભ તરફથી દર્શન નાલકંડે, હર્ષ દુબે અને પાર્થ રેખાડેએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય યશ ઠાકુરે પણ એક વિકેટ ઝડપી હતી.
અગાઉ ફાઇનલ મેચમાં કેરળના કેપ્ટન સચિન બેબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદર્ભની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ફક્ત 23 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દાનિશ માલેવાર અને કરુણ નાયરે સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.
Also read : ભારત સામે સેમિ ફાઇનલમાં કોણ આવી શકે?: અફઘાનિસ્તાન કે પછી બીજું કોઈ?
પહેલી ઇનિંગમાં વિદર્ભની આખી ટીમ 123.1 ઓવરમાં 379 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભ માટે દાનિશ માલેવારે 153 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઉપરાંત કરુણ નાયરે 86 રન ફટકાર્યા હતા. કેરળ તરફથી એમડી નિધીશ અને એડન એપલે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.