Ranji Trophy 2024-25: આજથી અગરતલામાં મુંબઈ-ત્રિપુરાની રણજી મૅચ
ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાના પણ આજથી નવા રણજી મુકાબલા, જાણો કોની સામે…

અગરતલા: અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ અને ત્રિપુરા વચ્ચે આજે શરૂ થનારી રણજી ટ્રોફીની લીગ મૅચનો આરંભ થોડો વિલંબમાં મુકાયો છે. ચાર દિવસની આ મૅચ માટેની મુંબઈની ટીમનું સુકાન અજિંક્ય રહાણે અને ત્રિપુરાનું સુકાન મનદીપ સિંહ સંભાળશે. મુંબઈએ આ અઠવાડિયે મહારાષ્ટ્રને હરાવી દીધું હતું, જ્યારે ત્રિપુરાનો મેઘાલય સામે એક દાવ અને
17 રનથી વિજય થયો હતો. ત્રિપુરાની ટીમમાં જાણીતા ખેલાડીઓમાં તેજસ્વી જયસ્વાલ, જીવનજોત સિંહ, શ્રીદમ પૉલ, મણિશંકર મુરાસિંહ, રાણા દત્તા, પરવેઝ સુલતાનનો સમાવેશ છે.
| Also Read: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
આજે જયપુરમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની ચાર દિવસીય મૅચ પણ શરૂ થઈ રહી છે. રાજસ્થાનની ટીમ હિમાચલ પ્રદેશ સામે આઠ વિકેટે અને ગુજરાતની ટીમ આંધ્ર સામે એક વિકેટે જીતીને આજે શરૂ થઈ રહેલી મૅચમાં વિજયફૂચ જાળવી રાખવાના ઈરાદા સાથે રમશે.
| Also Read: ભારત માત્ર બે વાર 100-પ્લસની લીડ ઉતારીને જીત્યું છે: પુણેમાં ચમત્કાર જ ભારતને વિજય અપાવશે
આજથી રાજકોટમાં સૌરાષ્ટ્રનો મુકાબલો રેલવે સામે છે. 21મીએ સૌરાષ્ટ્રની છતીસગઢ સામેની મૅચ ડ્રોમાં ગઈ હતી, જયારે રેલવેની ઝારખંડ સામેની મૅચ પણ ડ્રોમાં પરિણમી હતી. બરોડા આજથી વડોદરામાં ઓડિશા સામે રમશે. 21મીએ બરોડાએ સર્વિસીઝને 65 રનથી હરાવ્યું હતું અને ઓડિશાની જમ્મુ-કાશ્મીર સામેની મૅચ ડ્રો થઈ હતી.