
નવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ(PAK vs BAN)ની પ્રથમ મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો. રાવલપીંડીમાં રમાયેલી પથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે 10 વિકેટે જીત મેળવી હતી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટના ચાહકોમાં રોષ છે. એવામાં ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ રમીઝ રાજા(Ramiz Raja)એ ફરી એકવાર ટીમની ટીકા કરી છે.
હાલ બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં પ્રથમ ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 274 રન બનાવી શકી હતી. રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાન ટીમની ફરી એકવાર ખરાબ શરૂઆત થઈ છે. રમીઝનું કહેવું છે કે જો પાકિસ્તાનની ટીમ હારશે તો ક્યાંક ને ક્યાંક તેમને અહેસાસ થશે કે તેઓ હવે ભૂલો કરી શકે એવી સ્થિતિમાં નથી. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે અને બીજી ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાન બહુ સારી સ્થિતિમાં નથી.
રમીઝ રાજાએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયોમાં કહ્યું કે, “પાકિસ્તાનની ટીમની તકલીફ એ છે કે કે ક્યારેક ટોપ ઓર્ડર કામ કરે છે, તો મિડલ ઓર્ડર વિખેરાઈ જાય છે, જ્યારે મિડલ ઓર્ડર સારું પ્રદર્શન કરે છે, ત્યારે ટોપ ઓર્ડર ઝડપથી આઉટ થઈ જાય છે. પહેલી વિકેટ પડ્યા બાદ, બંને ફ્રન્ટ લાઇન બેટ્સમેન શાન મસૂદ અને સેમ અયુબે સારી બેટિંગ કરી અને 50-50 રન બનાવ્યા, પરંતુ પછી શું થયું, પ્રેસર ફરી એકવાર બાબર આઝમ અને કંપની પર આવ્યું અને તેઓ પ્રેસર મેનેજ કરી શક્યા નહીં.”
રમીઝે કહ્યું કે કહ્યું, “તને 50 રન કર્યા છે, ખાસ કરીને જ્યારે તમે પરિસ્થિતિઓને સમજી ગયા છો, તો તમારે વધુ રન બનાવવાની જરૂર છે. બાંગ્લાદેશની આ ટીમ એક સેશનમાં પ્રેસરમાં આવી જાય એવી છે, કારણ કે તસ્કિનને બાદ કરો તો બંને ફાસ્ટ બોલર યંગ છે. પરંતુ તેની પાસે પેસમાં વેરીએશન છે, તેઓ 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે અને તેનાથી ફરક પડે છે. આવી પીચ પર, જો તમારી પાસે ઝડપ છે તો ફાયદો થશે. પાકિસ્તાનના બોલર્સ પડે એટલી ઝડપ નથી.”
રમીઝ રાજાએ બેટિંગ વિશે કહ્યું, “બાબર આઝમે સારો પ્રયાસ કર્યો, 77 બોલમાં 31 રન બનાવ્યા, પીચ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લેન્થ પારખી શક્યો નહીં અને જ્યારે તમારું ફોર્મ જતું રહે ત્યારે આવું થાય છે. પ્રથમ વસ્તુ તમે તમે લેન્થ પારખી શકતા નથી, તમે આગળના બોલને પાછળથી રમવાનો પ્રયાસ કરો છો અને બાબર આઝમ સાથે આવું જ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને આ પરિસ્થિતિઓમાં.”
રમીઝે પાકિસ્તાન ટીમને સલાહ આપી કે, “પાકિસ્તાને એ પણ સમજવું પડશે કે જો તમે ટેલલેન્ડર્સની મદદથી 10-15 વધુ રન બનાવ્યા હોત અને 300 બનાવ્યા હોત તો આ મેચ ખૂબ જ રસપ્રદ બની હોત. 274 રન જ થયા, પરંતુ એક ખરાબ ટોટલ નથી. સવાલ એ છે કે શું બાંગ્લાદેશ બે મેચ જીતી શકશે અને ક્યાંથી પાકિસ્તાન શીખશે કે તેઓ હવે ભૂલો નહીં કરે. જ્યારે તમે રમો છો, ત્યારે આ માનસિકતા સાથે રમો કે જો હું ભૂલ કરીશ, તો મેચ સરકી જશે.”