Paris Olympic 2024: રમિતા જિંદાલે ઇતિહાસ રચ્યો, મેડલ પાકો કર્યો
પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બીજા દિવસે ભારતના એથ્લેટ્સ શૂટિંગ, તીરંદાજી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સહિત વિવિધ વિષયોમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે થનગનતા જોવા મળ્યા હતા. ભારતના ઘણા સ્ટાર એથ્લેટ્સ એક્શનમાં જોવા મળ્યા છે. ભારતીય ખેલાડી રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારતની રમિતા જિન્દાલે ઈતિહાસ રચ્યો છે તેણે મહિલા 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. આવતીકાલે તેની ફાઈનલ રમાશે. રમિતા છેલ્લા 20 વર્ષમાં મનુ ભાકર પછી મેડલ રાઉન્ડમાં પહોંચનારી બીજી મહિલા શૂટર બની છે. તેના કોચ સુમા શિરુર (એથેન્સ 2004) બાદ ઓલિમ્પિકની ફાઇનલમાં સ્થાન મેળવનાર રમિતા પ્રથમ મહિલા રાઇફલ શૂટર છે.
રમિતાએ 631.5નો સ્કોર કર્યો હતો છેલ્લી ઘડી સુધી એવું લાગતું હતું કે તે કટ નહીં કરી શકે, પણ રમિતાએ રેન્કિંગમાં 5મું સ્થાન મેળવીને મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવી છે.
શૂટિંગમાં, ઇલાવેનિલ વાલારિવાનને મહિલાઓની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન ઇવેન્ટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ઇલાવેનિલ હાફવે માર્ક પર આગળ હતી પરંતુ પછીની 3 શ્રેણીમાં તે ઘણી પાછળ પડી ગઈ હતી અને આખરે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 10મા સ્થાને રહી હતી.
Also Read –