રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 27 રનની હાર બાદ CSK IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. CSKની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
એમએસ ધોની સોશિયલ મીડિયા પર બે કારણોસર ટ્રેન્ડ થઈ રહ્યા છે. એક કારણ એ છે કે CSKની હાર માટે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બીજું કારણ, ચાહકોને ડર છે કે આ ધોનીની છેલ્લી મેચ હતી. જોકે, આ બધા વચ્ચે ધોનીને લઇને લોકો ભગવાન રામને યાદ કરી રહ્યા છે. એક નેટિઝને લખ્યું છે કે, જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. આ ટ્વિટને ઘણા લાઇક્સ મળ્યા છે.
હકીકત એ છે કે જાન્યુઆરી મહિનામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે ધોનીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ ધોનીએ આ સમારોહમાં હાજરી નહોતી આપી. બસ આ જ બાબતને આધારે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરવામાં આવી રહી છે અને તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
જોકે, ટ્રોલરો ભલે ધોનીને ટ્રોલ કરી રહ્યાહોય, પણ ધોનીના ચાહકોએ તેમને જવાબ આપ્યો છે. એક ચાહકે લખ્યું છએ કે, એમ તો વિરાટ કોહલી પણ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નહોતો ગયો, પણ એની ટીમ તો પ્લે ઑફમાં પહોંચી ગઇ. રામજીએ કોહલીને નહીં હરાવ્યો
અન્ય એક નેટિઝને લખ્યું હતું કે, ‘આ ખોટું છે. તમે તમારી આસ્થા કોઇ પર થોપી શકો નહીં. તમારું કામ આમંત્રણ આપવાનું હતું. કોઇને આવવું કે નહીં આવવું એ વ્યક્તિગત નિર્ણય છે. હા, તેમણે આમંત્રણ નકાર્યું હોત તો ચોક્કસ ખોટું કર્યું હોત અને તો કદાચ તેમને ટ્રોલ કરવાનું વાજબી ઠરાવી શકાય, પણ તેમના કોઇ અંગત જાહેર ના કરી શકાય એવા કારણ પણ હોઇ શકે છે.’
કેટલાકે તો આને ખોટી વાત ગણાવી છે અને જણાવ્યું છે કે, ‘આને રમતગમત સાથે શું લેવાદેવા છે? દેશમાં કરોડો લોકો છે જેઓ હજી રામલલ્લાના દર્શન કરી શક્યા નથી. એ લોકો શું ભગવાનને નથી માનતા? જ્યારે ભગવાનનો બોલાવો આવશે ત્યારે બધા જશે. ધોનીને પણ ભગવાનનો બુલાવો આવશે ત્યારે જશે. આવી નકામી બાબતોમાં ધોનીને નહીં ઢસડો.’