સ્પોર્ટસ

ગુજરાતી ખેલાડી માનવ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં બની ગયો નંબર-વન…

નવી દિલ્હીઃ રાજકોટમાં જન્મેલો માનવ વિકાસ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં નવો નંબર-વન ખેલાડી બની ગયો છે.
પુરુષોની વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યૂટીટી)ના ક્રમાંકોમાં માનવે ચાર ક્રમની છલાંગ લગાવી છે જેને પગલે તેણે હવે શરથ કમલને પાછળ રાખી દીધો છે અને ભારતનો નવો નંબર-વન ટી. ટી. પ્લેયર બની ગયો છે.

એક સમય હતો જ્યારે ગુજરાતી ખેલાડી કમલેશ મહેતા (1982થી 1989 સુધી) ભારતમાં જ નહીં, પણ સમગ્ર એશિયામાં નંબર-વન ટેબલ ટેનિસ ખેલાડી હતા. ભારતીય મેન્સ ટેબલ ટેનિસમાં માનવ ઠકકર હવે ટૉપ-રૅન્કનો થઈ ગયો હોવાના સમાચાર ટેબલ ટેનિસ જગતમાં વાઇરલ થઈ ગયા છે.

આ પણ વાંચો : આ દિવસે આવશે Dhanshree Verma અને Yuzvendra Chahalના ડિવોર્સ પર ચુકાદો…

યોગાનુયોગ, ડબલ્સ ટેબલ ટેનિસમાં પૉઇન્ટ્સની દૃષ્ટિએ પણ માનવ ભારતનો નંબર-વન ખેલાડી છે. રાઇટ-હૅન્ડ ખેલાડી માનવ ઠક્કર 24 વર્ષનો છે. તે એશિયન ગેમ્સમાં એક વાર બ્રૉન્ઝ મેડલ અને એશિયન ચૅમ્પિયનશિપમાં ચાર વખત બ્રૉન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.

ટેબલ ટેનિસના વર્લ્ડ રૅન્કિંગમાં માનવ ઠક્કર 56મા સ્થાને છે અને તેની આગળના પંચાવન ક્રમમાં એક પણ ભારતીય નથી. ચીનનો લિન શિડૉન્ગ વર્લ્ડ નંબર-વન છે. મેન્સ ડબલ્સના રૅન્કિંગમાં માનવ ઠક્કર તેમ જ બીજો ગુજરાતી ખેલાડી માનુષ શાહ નવમા સ્થાને છે. ડબલ્સમાં ફ્રાન્સના ઍલેક્સીસ લેબર્ન અને ફેલિક્સ લેબર્નની જોડી મોખરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button