IPL 2024સ્પોર્ટસ

રાજસ્થાનનો પોવેલ કોલકાતાના સુનીલ નારાયણને કઈ વાતે મનાવી રહ્યો છે?

કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મંગળવારે રાજસ્થાન રૉયલ્સના થાકેલા-પાકેલા જૉસ બટલર (107 અણનમ, 60 બૉલ, છ સિક્સર, નવ ફોર)ની કાબિલેદાદ

ઇનિંગ્સને પગલે છેલ્લા બૉલ આઘાતજનક પરાજય જોવો પડ્યો, પણ એના સેન્ચુરિયન સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ સિક્સર, તેર ફોર)ની ડિમાન્ડ તેના દેશમાં ઘણી છે. એટલે જ કોલકાતાનો ખેલાડી અને વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન રૉવમૅન પોવેલ થોડા દિવસથી નારાયણને સમજાવવા સતત પ્રયત્ન કરી રહ્યો છે.

આ પણ વાંચો : કોલકાતા હાર્યા પછી કૅપ્ટન શ્રેયસને 12 લાખ રૂપિયાનું નુકસાન

તમે વિચારતો હશો કે પોવેલ તેને શું સમજાવવા માગે છે?

વાત એવી છે કે પોવેલ ઇચ્છે છે કે નારાયણ જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે થઈને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી લીધેલી નિવૃત્તિ પાછી ખેંચી લે.

જોકે નારાયણ વર્લ્ડ કપ માટે થઈને રિટાયરમેન્ટ પાછું ખેંચી લેવાની બાબતમાં કોઈની પણ સાથે વાત કરવા તૈયાર નથી.
નારાયણ કેકેઆરનો મુખ્ય સ્પિનર પણ છે. તે થોડા દિવસથી બૅટિંગમાં જબરદસ્ત ફૉર્મમાં આવી ગયો હોવાથી વેસ્ટ ઇન્ડિઝમાંથી તેને વિશ્ર્વકપ માટે રમવાનું સમજાવવાના સંદેશ અહીંના કૅરિબિયન ખેલાડીઓને મળી રહ્યા છે. જોકે પોવેલે પીટીઆઇને કહ્યું, ‘હું 12 મહિનાથી નારાયણને સમજાવું છું કે રિટાયરમેન્ટ હાલપૂરતું પાછું ખેંચી લે અને વર્લ્ડ
કપમાં રમવા તૈયાર થઈ જા. જોકે તે કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. મેં પોલાર્ડ, બ્રાવો અને પૂરનને કહું છું તમે નારાયણને સમજાવો, પણ તે કોઈનું સાંભળવા તૈયાર
નથી.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button