IND vs SA T20: ભારતીય ટીમે તૈયારી શરૂ કરી, પણ મેચ રદ્દ થવાની શક્યતા, જાણો કારણ
ડર્બન: ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સાથે 4 T20I મેચની સિરીઝ (IND vs SA T20 series) રમશે. T20 વર્લ્ડકપ ફાઈનલ બાદ પહેલી વાર બંને ટીમો આમને સામને હશે. આવતીકાલે એટલે કે 8મી નવેમ્બરના રોજ ડરબનમાં સિરીઝની પહેલી મેચ રમાશે.
સૂર્યકુમાર યાદવની હેઠળની યુવા ખેલાડીઓની બનેલી ટીમ ઈન્ડિયા મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ માટે દિગ્ગજોથી ભરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવી સરળ નહીં રહે. દક્ષીણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલની હારની બદલો લેવા ઈચ્છશે.
આ પણ વાંચો: બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…
ક્રિકેટ ચાહકો પણ આ બંને ટીમોની ટક્કર જોવા માટે આતુર છે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:00 કલાકે અને ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 કલાકે શરૂ થશે. પરંતુ વરસાદ મેચની મજા બગાડી શકે છે. ડરબનમાં વરસાદ પાડવાની શક્યતા છે.
હવામાનની આગાહી કરતી એક વેબસાઈટના અહેવાલ મુજબ, આ મેચની શરૂઆતમાં આકાશ વાદળછાયું રહેશે. સ્થાનિક સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે વરસાદ શરૂ થવાની ધારણા છે. સાંજે 7:00 વાગ્યા પછી વરસાદની 47 ટકા સંભાવના છે. દિવસના બાકીના સમયમાં વરસાદની સંભાવના 50 ટકાથી વધુ છે. જો હવામાનની આગાહી સાચી સાબિત થાય અને વરસાદ પડે તો મેચ રદ્દ થઈ શકે છે.
આ પણ વાંચો: શ્રેયસ-સિદ્ધેશની જોડીએ રોહિત-સુશાંતની ભાગીદારીનો વિક્રમ તોડ્યો
બંને ટીમોના ખેલાડીઓ:
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશક, અવેશ ખાન, યશ દયાલ.
સાઉથ આફ્રિકા ટીમઃ એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રેયાન રિકેલ્ટન, લુથેલા સિમોન, એન્ડીલે સિપામ (ત્રીજી અને ચોથી મેચ માટે), ટ્રિસ્ટન સ્ટબ્સ.