T20 World Cup 2024સ્પોર્ટસ

રાહુલ દ્રવિડે ફરી ઉદારતાનો દાખલો બેસાડ્યો, બોનસ લેવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડ(Rahul Dravid)નો ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો છે. રાહુલ દ્રવિડ તેમના શાંત અને ઉદાર સ્વભાવ માટે જાણીતા છે, તેમના સિદ્ધાંતોને અનુસરતા રાહુલ દ્રવિડે ફરી એક વાર પ્રમાણિકતાનો દાખલો પૂરો પડ્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ઇનામી રકમ(Price money)માંથી તેમણે ટીમના બાકીના સપોર્ટ સ્ટાફની જેટલી જ રકમ સ્વીકારી છે, તેમણે બોનસ રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું. “રાહુલને તેના બાકીના સપોર્ટ સ્ટાફ (બોલિંગ કોચ પારસ મ્હામ્બરે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ) જેટલી જ બોનસ મની (₹2.5 કરોડ) સ્વીકારી છે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.”

ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ વિજેતા બનતા BCCIને ₹125 કરોડની ઈનામી રકમ મળી હતી. BCCI દ્વારા બનવવામાં આવેલ ફોર્મ્યુલા મુજબ, ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના 15 ખેલાડીઓ અને દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ રાહુલ દ્રવિડે અન્ય કોચિંગ સ્ટાફને મળતી 2.5 કરોડ રૂપિયા જેટલી જ રકમ સ્વીકારી છે. ટીમના સપોર્ટ સ્ટાફને દરેકને ₹2.5 કરોડ, જ્યારે સિલેક્ટર્સ અને અન્ય સભ્યોને પ્રત્યેક ₹1 કરોડથી રૂપિયા મળવાના છે.

2018 ની ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય કોચ તરીકે દ્રવિડે આવો જ નિર્ણય કર્યો હતો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દ્રવિડને ₹50 લાખ મળશે જ્યારે સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોને ₹20 લાખ મળશે. દરેક અને ખેલાડીઓને ₹30 લાખ મળશે, ત્યારે પણ દ્રવિડે ફોર્મ્યુલાનો ઇનકાર કર્યો હતો.

દ્રવિડ ઈચ્છતા હતા કે BCCI દરેકને સમાન રીતે પુરસ્કાર આપે. તદનુસાર, દ્રવિડ સહિત કોચિંગ સ્ટાફના દરેક સભ્યને રોકડ પુરસ્કારો ₹25 લાખની રકમ આપવામાં આવી હતી.

દ્રવિડે એક ખેલાડી તરીકે ઘણી સિદ્ધિઓ મેળવી છે, પણ ક્યારેય વર્લ્ડ કપ જીતી શક્યો ન હતો, આખરે ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના હેડ કોચ તરીકે સિદ્ધિ હાંસલ કરી.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker