વૉટ એ કૅચ! રાધા યાદવની જૉન્ટી રહોડ્સની સ્ટાઇલમાં ડાઇવ…
અમદાવાદ: મુંબઈની 24 વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ ફીલ્ડિંગની બાબતમાં ભારતીય મહિલા ટીમની ટૉપ-પ્લેયર્સમાં ગણાય છે. અહીં અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ચાલતી સિરીઝમાં તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે મુશ્કેલ કૅચ પકડવાનો સમય આવે તો તે ઍથ્લીટ જેવી સ્ટાઇલથી એ કૅચ પકડવામાં ક્યારેય પાછીપાની નથી કરતી. રવિવારે તો તેણે કમાલ કરી. ફીલ્ડિંગ-લેજન્ડ સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડ્સની સ્ટાઇલમાં તેણે ડાઇવિંગ કૅચ પકડ્યો હતો.
આ પણ વાંચો : ક્રિકેટર જેમાઇમાના પપ્પાએ ધર્મ પરિવર્તનવાળો આક્ષેપ નકાર્યો, જિમખાનાએ પ્લેયરને સલાહ આપી કે…
રવિવારે રાધાએ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી વન-ડેમાં અફલાતૂન કૅચ પકડ્યો હતો. આ કૅચનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 259 રન બનાવ્યા હતા. રાધાએ સૌથી વધુ ચાર વિકેટ લેવા ઉપરાંત ત્રણ કૅચ પણ પકડ્યા હતા. એમાંનો એક કૅચ તેણે પોતાના જ બૉલમાં પકડ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડની 32મી ઓવર નવી બોલર પ્રિયા મિશ્રાએ કરી હતી જેના ત્રીજા બૉલમાં બ્રૂક હૉલિડેએ લૉફ્ટેડ શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બૉલ એક્સ્ટ્રા કવર તરફ ગયો હતો અને રાધાએ પાછળની તરફ દોડ્યા બાદ ફુલ લેન્ગ્થમાં ડાઇવ મારીને બન્ને હાથે કૅચ પકડી લીધો હતો તેમ જ પોતે નીચે પડે ત્યારે બૉલ ઘાસને અડી ન જાય એની તેણે ખાસ તકેદારી રાખી હતી.
આ પણ વાંચો : New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
પ્રિયા મિશ્રાને પહેલી વન-ડે વિકેટ મળી, પણ એનો સંપૂર્ણ શ્રેય રાધાને જાય છે.
સોશિયલ મીડિયા પર રાધાની આ કૅચ બદલ ખૂબ પ્રશંસા થઈ છે. ફૅન્સે બીસીસીઆસના વીડિયો પર પણ કમેન્ટ કરી છે.