IPL 2024સ્પોર્ટસ

પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક

મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે મોહાલી નજીક મુલ્લાનપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા અને એને 148 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો.

પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ પંજાબનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું. પંજાબના એકેય બૅટરના નામે હાફ સેન્ચુરી નહોતી. મુખ્ય બૅટર શશાંક સિંહ ફક્ત નવ રન બનાવીને કુલદીપ સેનના બૉલમાં ધ્રુવ જુરેલને કૅચ આપી બેઠો હતો. જોકે તેનો સાથી હાર્ડ-હિટર આશુતોષ શર્મા (31 રન, 16 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) અસલ મિજાજમાં રમ્યો હતો અને છેક છેલ્લા બૉલે આઉટ થયો હતો.

આ પણ વાંચો: IPL 2024: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શિખર ધવન વિશે મહત્વના સમાચાર IPL 2024: પંજાબ કિંગ્સને મોટો ઝટકો, કેપ્ટન શિખર ધવન વિશે મહત્વના સમાચાર

વિકેટકીપર જિતેશ શર્માએ 24 બૉલમાં 29 રન, લિઆમ લિવિંગસ્ટને 14 બૉલમાં 21 રન બનાવ્યા હતા. રાજસ્થાનના કેશવ મહારાજે અને આવેશ ખાને બે-બે વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી અને એ સાથે આઇપીએલમાં તેના નામે હવે 198 વિકેટ છે. આગામી મૅચમાં તે બે વિકેટ લેશે એટલે 200 વિકેટ લેનારો આઇપીએલનો પહેલો બોલર બનશે.

શિખર ધવન નજીવી ઈજાને કારણે નહોતો રમ્યો અને પંજાબની ટીમનું સુકાન સૅમ કરૅનને સોંપાયું હતું.
શિખરના સ્થાને અથર્વ ટેઇડને ટીમમાં સમાવાયો હતો. લિઆમ લિવિંગસ્ટને પણ ટીમમાં કમબૅક કર્યું હતું.
રાજસ્થાનની ટીમમાં જૉસ બટલર અને આર. અશ્ર્વિન નહોતા. બન્ને પ્લેયર 100 ટકા ફિટ ન હોવાથી તેમના સ્થાને રૉવમૅન પોવેલ અને તનુષ કોટિયનને ટીમમાં સામેલ કરાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button