પૃથ્વી શૉ આખી રાત બહાર રહ્યા બાદ સવારે છ વાગ્યે હોટેલમાં દેખાતો હતોઃ એમસીએના અધિકારીનો ખુલાસો
અવગુણોને કારણે મુંબઈની અને ભારતની ટીમની બહાર થયેલા ઓપનરની બીજી ઘણી નબળાઈઓ જાહેર થઈ
મુંબઈઃ વિજય હઝારે ટ્રોફી માટેની મુંબઈની ટીમમાં સમાવેશ ન થતાં ઓપનિંગ બૅટર પૃથ્વી શૉએ સોશિયલ મીડિયામાં જે બળાપો કાઢ્યો છે એને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)એ પ્રતિક્રિયામાં ફગાવી દીધો છે અને આ યુવાન ખેલાડીના અવગણો તથા નબળાઈઓ પર પ્રકાશ પાડ્યો છે. પ્રતિક્રિયામાં ખાસ કરીને એવું જણાવાયું છે કે પૃથ્વીને ટીમથી દૂર રાખવા પાછળ તેની મનઃસ્થિતિ જ જવાબદાર છે, તે પોતે જ પોતાનો દુશ્મન' છે. એમસીએના એક વરિષ્ઠ અધિકારીએ ત્યાં સુધી કહ્યું છે કે તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન પૃથ્વી રાત્રે મોટા ભાગનો સમય ક્યાંક બહાર જતો રહેતો હતો અને સવારે છ વાગ્યે હોટેલમાં દેખાતો હતો. પૃથ્વી શૉ ખાસ કરીને અપૂરતી ફિટનેસ, ગેરવર્તન અને ઍટિટયૂડને કારણે મુંબઈ ક્રિકેટના મુખ્ય પ્રવાહમાં નથી રહી શકતો એવા અર્થમાં અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને કહ્યું,
નબળી ફિટનેસ અને ખરાબ વર્તનને કારણે ક્યારેક તો અમે પૃથ્વીને છુપાવવા' મજબૂર થઈ જતા હતા. અમારે એ પગલું લેવું પડતું જેને લીધે મૅચ દરમ્યાન અમારા ફીલ્ડરની સંખ્યા 10 થઈ જતી હતી. ફીલ્ડિંગમાં બૉલ તેની (પૃથ્વીની) પાસેથી પસાર થતો ત્યારે તે માંડ માંડ એ પકડી શકતો હતો.'
અધિકારીએ પૃથ્વીની નબળાઈઓ ખુલ્લી પાડતાં એવું પણ કહ્યું કે
બૅટિંગમાં પણ બૉલ સુધી પહોંચવામાં તેને તકલીફ થતી હોવાનું અમે જોયું હતું. સીધી વાત છે…ફિટનેસ, શિસ્ત અને ઍટિટયૂડ સંબંધમાં દરેક માટે અલગ નિયમ ન હોય. એકસરખા જ હોય. તેના ઍટિટયૂડ વિશે ટીમના સિનિયર ખેલાડીઓએ પણ ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે.’
તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્ય પ્રદેશને હરાવ્યું એ રાત્રે પૃથ્વી શોના સાથી-ખેલાડી અને મુંબઈની ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરે પણ પૃથ્વી વિશે આકરી ટિપ્પણી કરી હતી. શ્રેયસે બેન્ગલૂરુમાં પત્રકારોને પૃથ્વીના મુદ્દે કહ્યું હતું કે તે જો પોતાની નૈતિકતા બરાબર સમજશે અને અમલમાં મૂકશે તો તે અમર્યાદપણે કરીઅરમાં આગળ વધી શકશે. અમારે કોઈ ખેલાડીને કંઈ બચ્ચાંઓની જેમ સમજાવવાના ન હોય, ખરુંને? તે ઘણું ક્રિકેટ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી દરેકે તેને સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપ્યા છે. છેવટે તેણે પોતે જ સમજવાનું છે. ભૂતકાળમાં તે સમજ્યો હતો. એવું નથી કે નહોતો સમજ્યો.' ઑક્ટોબરમાં પૃથ્વીને નબળી ફિટનેસ અને ગેરવર્તનના કારણસર મુંબઈની રણજી ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એમસીએ ઍકેડેમી ખાતે તેના માટે વિશિષ્ટ ફિટનેસ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. અધિકારીએ પીટીઆઇ સાથેની વાતચીતમાં ખુલાસામાં કહ્યું કે
પૃથ્વી એ પ્રોગ્રામને પણ સરખી રીતે ફૉલો નથી કરતો. એક વાત તમને કહું; પૃથ્વી શૉનો કોઈ દુશ્મન નથી, તે પોતે જ પોતાનો દુશ્મન છે.’