વધુ એક ભારતીય ખિલાડી બંધાશે લગ્નના બંધનમાં? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

વધુ એક ભારતીય ખિલાડી બંધાશે લગ્નના બંધનમાં? વીડિયો થયો વાઈરલ…

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર આકૃતિ અગ્રવાલના સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, હજી સુધી બંને જણે સોશિયલ મીડિયા પર આને લઈને કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી, પણ હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોએ હવે ફરી એક વખત બંનેના સંબંધોને હવા આપી હતી. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં ખાસ-

આકૃતિ અગ્રવાલ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર છે અને તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 51 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ભારતીય ક્રિકેટર પૃથ્વી શો સાથે લોનાવલા ટ્રીપ પર જોવા મળી રહી છે. વીડિયોમાં બંને વચ્ચેની નજદીકીઓ આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે, જે એક નોર્મલ ફ્રેન્ડ્સ કરતાં પણ વધારે હોય એવું લાગી રહ્યું છે.

વીડિયોમાં આકૃતિ જે અંદાજમાં પૃથ્વી સાથે વાત કરી રહી છે, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે એ જોઈને ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે બંને ખાલી સારા મિત્રો નહીં પણ એનાથી વધારે કંઈક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગણેશ ચતુર્થી પર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલનો એક ફોટો વાઈરલ થયો હતો અને ત્યારથી લઈને બંનેના સંબંધોને લઈને જાત જાતની ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે હવે ઈન્સ્ટાગ્રામ પર બંનેનો વીડિયો સામે આવતા આ ચર્ચાઓને ક્યાંકને ક્યાંક એક આધાર મળ્યો છે.

આ પણ વાંચો: પૃથ્વી શોએ પોતાની ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, કોણ છે મિસ્ટ્રી ગર્લ?

જોકે, જોવા જેવી વાત તો એ પણ છે કે આકૃતિએ પોતાના વીડિયોમાં ક્યાંય એવું નથી કહ્યું કે પૃથ્વી શો તેનો બોયફ્રેન્ડ છે, પરંતુ જે રીતે વ્લોગ શૂટ કરવામાં આવ્યો છે એ જોતા બંનેના સંબંધોને લઈને સવાલ થાય એ સ્વાભાવિક છે.

પૃથ્વી શોની વાત કરીએ તો પૃથ્વી શો હાલમાં ભારતીય ક્રિકેટથી ભલે દૂર છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહે છે. આકૃતિ અગ્રવાલ સાથેના તેના સંબંધોને લઈને એવું કહેવાઈ રહ્યું છે કે બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button