નેશનલસ્પોર્ટસ

“…..આ વખતે તે તમામ ભૂલોને દૂર કરી દીધી” વડાપ્રધાન મોદીએ બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે ફોન પર કરી વાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય શૂટર મનુ ભાકર સાથે ફોન પર વાત કરી છે. તેણે મનુને કહ્યું કે છેલ્લી વખત રાઈફલે દગો આપ્યો હતો પરંતુ આ વખતે તેં બધી ખામીઓ પૂરી કરી દીધી. પીએમ મોદીએ મનુને કહ્યું, “ખૂબ અભિનંદન, તમને ખૂબ ખૂબ અભિનંદન.” મનુએ તેમને જવાબ આપતા કહ્યું હતું કે “આપનો ખૂબ ખૂબ આભાર, તમે કેમ છો?” જેના પ્રત્યુતરમાં પીએમ મોદીએ કહ્યું કે તારી સફળતાના સમાચાર સાંભળીને ખૂબ જ ઉત્સાહ અને આંનદમાં છું.

મનુએ કહ્યું હતું કે “આપણાં ખેલાડીઓ અહીં સારું પ્રદર્શન કરી રહ્યા છે.” PM મોદીએ કહ્યું, “પૉઇન્ટ એકથી તારું સિલ્વર રહી ગયું, પરંતુ તેમ છતાં તમે દેશને ગૌરવ અપાવ્યું.” તમને બે પ્રકારની પ્રસંશા મળી રહી છે. તમે બ્રોન્ઝ મેડલ લાવ્યા છો અને મેડલ લાવનાર ભારતની પ્રથમ મહિલા છો. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો હતો, પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી દીધી.

મનુએ કહ્યું, “આભાર. હજુ આગળ ઘણી મેચો છે, તેથી આશા છે કે હું તેમાં પણ સારો દેખાવ કરીશ.” આના પર પીએમ મોદીએ કહ્યું, ”મને ખાતરી છે કે તમે સારું પ્રદર્શન કરશો. શરૂઆત ખૂબ સારી છે, તેના કારણે તમારો ઉત્સાહ વધશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને દેશને પણ ફાયદો થશે.

PM મોદીએ પૂછ્યું હતું કે, “શું બાકીના બધા સાથીઓ મજામાં છે, શું ત્યાં બધી વ્યવસ્થા બરાબર છે” મનુ ભાકરે કહ્યું- “બધા જ ખુશ છે સર,  અત્યારે બધા તમને નમસ્તે કરી રહ્યા છે.” પીએમ મોદીએ કહ્યું, “અમે પણ આપણાં ખેલાડીઓને વધુ સુવિધાઓ મળે તેવો પ્રયાસ કર્યો છે. અમે જરૂરી કમ્ફર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.” મનુએ કહ્યું, “અમારી પાસે બધું છે. તમારા બધા પ્રયત્નો સફળ રહ્યા.

પીએમ મોદીએ કહ્યું, “તમારી મહેનત રંગ લાવવાની છે.” તેમણે પૂછ્યું કે શું ઘરે વાત થઈ? મનુએ કહ્યું, “હજી તો નથી થઈ. હું સાંજે રૂમમાં જઈશ અને કરીશ.” પીએમે કહ્યું, “તમારા પિતા ખૂબ ખુશ થશે કારણ કે તેઓએ તમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button