સ્પોર્ટસ

પ્રતિષ્ઠિત ટ્રોફીનો વિવાદ: સોહા અલી ખાન નારાજ, સુનીલ ગાવસકર પણ ક્રોધિત…

મુંબઈ: દાયકાઓથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ ‘પટૌડી ટ્રોફી’ (Pataudi Trophy) તરીકે ઓળખાય છે અને જે દેશ એ શ્રેણી જીતે એની ટીમને આ ટ્રોફી ઇનામમાં આપવામાં આવે છે. હવે વાત કેમ છે કે ઇંગ્લૅન્ડનું ક્રિકેટ બોર્ડ ‘પટૌડી ટ્રોફી’ને રિટાયર (Retire) કરી દેવા માગે છે.

ભારતના મહાન કેપ્ટન મનસૂર અલી ખાન પટૌડીની પુત્રી સોહા અલી ખાન (Soha Ali Khan) આ નિર્ણયથી નારાજ છે. ખાસ કરીને ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) પણ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના નિર્ણય બદલ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાવરની દીકરી સોહા અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘મારા પિતાની સ્મૃતિમાં શરૂ કરવામાં આવેલી ટ્રોફીની વિરાસત ને આ રીતે રદ કરવામાં આવે એ ખૂબ આધાતજનક બાબત કહેવાય. ભારતીય ક્રિકેટને મારા પિતાએ જે અમૂલ્ય યોગદાન આપ્યું હતું એના સન્માનમાં આ પ્રતિષ્ઠિત ટ્રોફીની પરંપરા શરૂ કરવામાં આવી હતી.’
એક અહેવાલ મુજબ સ્વા અલીખાને બીસીસીઆઈ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. શર્મિલા ટાગોર પણ તેમના સદગત પતિના નામની ટ્રોફીને રદ કરવાના નિર્ણયની વિરુદ્ધમાં છે.

આપણ વાંચો:  પ્રિયાંશનો પાવરફુલ પર્ફોર્મન્સ, પંજાબનો શાનથી વિજય…

એ અહેવાલ મુજબ ઇંગ્લેન્ડ નું ક્રિકેટ બોર્ડ પટૌડી ટ્રોફીને વર્તમાન ક્રિકેટના કોઈ લેજન્ડનું આ ટ્રોફીને નામ આપવા માગે છે.
જોકે મહાન ખેલાડી સુનિલ ગાવસ કરે એક મુલાકાતમાં ભારતીય ક્રિકેટરોને સલાહ આપી છે કે ‘ મને લાગે છે કે આ નિર્ણય માત્ર ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડનો છે અને બીસીસીઆઈને વાકેફ કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડને નામમાં ફેરફાર કરવાનો અધિકાર છે. જોકે ભારતીય ક્રિકેટરોને મારી સલાહ છે કે જો તમારામાંથી કોઈ ખેલાડીનું આપણું સૂચન લઈને ઇંગ્લેન્ડ નું ક્રિકેટ બોર્ડ તમારી પાસે આવે તો તમે વિનમ્રતાથી ના પાડી દેજો. આ તો એવું થશે કે તમારા ગયા પછી ટ્રોફીને પરથી તમારું નામ પણ દૂર કરી નાખવામાં આવશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button