આજે ડી. વાય. પાટીલમાં ભારત-અમેરિકા વચ્ચે વર્લ્ડ કપ પહેલાંની પ્રૅક્ટિસ મૅચ

નવી મુંબઈઃ મેન્સ ટી-20 વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને એમાં પહેલા જ દિવસે વાનખેડેમાં ભારતનો અમેરિકા સામે મુકાબલો થશે, પરંતુ એ પહેલાં આજે (સાંજે 5.00 વાગ્યાથી) નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વર્લ્ડ કપ પહેલાંની વૉર્મ-અપ (Warm up) મૅચમાં ટકરાશે.
સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો કેપ્ટન છે. ભારત (India) તાજેતરમાં જ ઘરઆંગણે ન્યૂ ઝીલેન્ડને ટી-20 સિરીઝમાં 4-1થી હરાવીને હવે વર્લ્ડ કપમાં ઝુકાવી રહ્યું છે. મોનાંક પટેલ અમેરિકા (USA)ની ટીમનું નેતૃત્વ સંભાળશે.
આજે બેંગ્લૂરુમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સ્કૉટલૅન્ડની પણ પ્રૅક્ટિસ-મૅચ રમાશે. સ્કૉટલૅન્ડને બાંગ્લાદેશના સ્થાને રમવા મળી રહ્યું છે.
આજે ત્રીજી પ્રૅક્ટિસ-મૅચ ઇટલી તથા કૅનેડા વચ્ચે ચેન્નઈમાં રમાશે. વૉર્મ અપ રાઉન્ડમાં ભારતની છેલ્લી મૅચ છઠ્ઠી ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમાશે અને એ પછીના દિવસે વર્લ્ડ કપ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 15મી ફેબ્રુઆરીની ભારત સામેની મૅચમાં ન રમવાની જાહેરાત કરીને મોટો વિવાદ શરૂ કર્યો છે.



