સ્પોર્ટસ

પ્રતીકા રાવલને છેવટે વર્લ્ડ ચૅમ્પિયન મેડલ મળ્યું ખરું!

વિશ્વ વિજેતાંઓનું હોમટાઉનમાં વાજતેગાજતે સ્વાગત

નવી દિલ્હીઃ ઓપનર પ્રતીકા રાવલ ઈજાને લીધે સેમિ ફાઇનલ પહેલાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી એટલે ફાઇનલ બાદ ભારતની તમામ 15 ભારતીય ખેલાડીઓને જે આઇસીસી મેડલ (Medal) આપવામાં આવ્યા એ માટે પ્રતીકા આઇસીસીના નિયમ મુજબ પાત્ર નહોતી, પરંતુ છેવટે તેને મેડલ એ મળ્યું છે.

પ્રતીકા (Pratika)ના સ્થાને સેમિ ફાઇનલમાં અને ફાઇનલમાં શેફાલી વર્માને રમાડવામાં આવી હતી અને તે પ્લેયર ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર જીતી હતી.

પ્રતીકાએ શુક્રવારે પત્રકારોને કહ્યું, ` મને છેવટે આ બહુમૂલ્ય મેડલ મળી ગયું છે. મને કોઈકે કહ્યું કે (આઇસીસી ચૅરમૅન) જય શાહે મારા માટે આ મેડલ મોકલ્યું છે. હું બેહદ ખુશ છું. આ મેડલ આવવાનું જ હતું, કારણ વિના સોશ્યલ મીડિયામાં કેટલાકે મેડલનો આ મુદ્દો ચગાવી નાખ્યો.’

દરમ્યાન, વર્લ્ડ ચૅમ્પિયનોનું પરિવાર-મિત્રોએ શુક્રવારે શાનદાર સ્વાગત કર્યું હતું. આ ખેલાડીઓ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળી હતી જ્યાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન વિકેટકીપર-બૅટર રિચા ઘોષનું પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં તેમ જ હર્લીન દેઓલ તથા અમનજોત કૌરનું પંજાબના મોહાલીમાં પરિવારજનો અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…ક્રિકેટર હર્લીન દેઓલે વડા પ્રધાન મોદીને સ્કિનકેર અને ચહેરા પરના ગ્લો વિશે પૂછી લીધું!

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button