સૂર્યકુમારની પત્ની દેવિશાનો ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રીને સપોર્ટ, તેણે પોસ્ટમાં લખ્યું છે કે…

મુંબઈઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Chahal) અને ધનશ્રી (Dhanashree)એ આ વર્ષની શરૂઆતમાં ડિવૉર્સ લીધા ત્યાર પછી પણ સમયાંતરે તેમના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે તથા છૂટાછેડા અંગે ક્યારેક અટકળો તો ક્યારેક હકીકતો જાહેરમાં ચર્ચાસ્પદ થતી રહી છે
અને એમાં હવે ભારતની ટી-20 ટીમના સુકાની સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટી (Devisha Shetty)એ પણ ઝુકાવ્યું છે. દેવિશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓ મારફત ધનશ્રીને ટેકો જાહેર કર્યો છે.
એક રેડિટ પોસ્ટ મુજબ તાજેતરમાં કોરિયોગ્રાફર ધનશ્રીએ હ્યુમન્સ ઑફ બૉમ્બે’ માટે જે ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ સમયની ધનશ્રીની સ્ક્રીનગે્રબ તસવીર દેવિશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં દેવિશાએ કૅપ્શનમાં લખ્યું છે, મને તારા પર ખૂબ માન છે અને તારા પ્રત્યે ખૂબ સ્નેહ પણ છે.’
સામાન્ય રીતે ક્રિકેટરોની પત્નીઓ જાહેરમાં એકમેક વિશે કોઈ વિવાદાસ્પદ મુદ્દા પર ટિપ્પણી નથી કરતી હોતી, પણ દેવિશાએ ધનશ્રીને મીડિયામાં જે સપોર્ટ આપ્યો છે એને કેટલાક ક્રિકેટચાહકો ` એક મહિલાનો બીજી મહિલાને ટેકો’ એ જ દૃષ્ટિકોણથી જુએ છે.
દેવિશાની આ પોસ્ટ વિશે મીડિયામાં પ્રતિક્રિયા આવી છે જેમાં ઘણાએ ડિવૉર્સ માટે ચહલને દોષી ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું છે, સૂર્યકુમારની પત્નીએ ધનશ્રીને સપોર્ટ જાહેર કર્યો એ બહુ બહુ સારી વાત કહેવાય. એટલું તો નક્કી છે કે અમારા બધા કરતાં તે (દેવિશા) વધુ જાણતી જ હશે.
‘બીજા એક યુઝરે લખ્યું છે, કોણ ખોટું હતું એ વાત બાજુ પર રાખીએ તો એટલું જોવા મળ્યું જ છે કે ડિવૉર્સ પછી ચહલનો અભિગમ અપરિપકવ લાગ્યો છે. એક તો તેણે ડિવૉર્સના દિવસે કટાક્ષના સંદેશવાળું ટી-શર્ટ પહેર્યું હતું અને પછીથી પૉડકાસ્ટ પરની મુલાકાતમાં ધનશ્રીને બદનામ કરવા કેટલીક કથિત વાતો કરી હતી.
જોકે ધનશ્રીએ એ બન્ને વિષયમાં પરિસ્થિતિને બહુ સારી રીતે સંભાળી લીધી અને સંકેત આપ્યો કે રિલેશનશિપનું માન તો જાળવવું જ જોઈએ.’
ચહલે છૂટાછેડાના દિવસે બી યૉર ઑવ્ન શૂગર ડૅડી’ લખાણવાળું ટી-શર્ટ પહેર્યું હતું. આ લખાણનો આવો અર્થ થાય છેઃ તમે એવા બનો કે જેમાં તમારે તમારી જરૂરિયાતો માટે અન્યો પર નિર્ભર ન રહેવું પડે. આત્મનિર્ભર બની રહો.’
આ પણ વાંચો…યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને એલિમની તરીકે કેટલા કરોડ આપ્યા, જાણો હકીકત?