ધમકી બાદ રિન્કુ સિંહના ઘર પર પોલીસની સુરક્ષા...
સ્પોર્ટસ

ધમકી બાદ રિન્કુ સિંહના ઘર પર પોલીસની સુરક્ષા…

અલીગઢ/મુંબઈઃ ભારતના હાર્ડ-હિટર અને તાજેતરમાં પાકિસ્તાન સામેની એશિયા કપની ફાઇનલમાં વિનિંગ ફોર ફટકારનાર રિન્કુ સિંહને આ વર્ષના ફેબ્રુઆરી-એપ્રિલ દરમ્યાન પાંચથી દસ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મળી હોવાના અહેવાલોની સાથે એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અલીગઢમાં રિન્કુના નિવાસસ્થાનની બહાર પોલીસની સુરક્ષા ગોઠવી દેવાઈ છે.

રિન્કુ (Rinku)ને છેલ્લા થોડા દિવસ દરમ્યાન ડી-ગેન્ગ તરફથી કરોડો રૂપિયાની ખંડણી (extortion)ની ધમકી મળી હતી અને તાજેતરમાં તેણે તેણે પાકિસ્તાન સામે ભારતને વિજય અપાવ્યો એટલે આ ધમકીને લગતા અહેવાલો વધુ ઝડપથી પ્રસરી ગયા છે.

અલીગઢ નિવાસી રિન્કુને 28મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામેની ફાઇનલ સાથે પૂરા થયેલા એશિયા કપમાં એક જ મૅચ રમવા મળી અને એમાં તેને એક જ બૉલ રમવા મળ્યો હતો જેમાં તેણે ચોક્કો ફટકારીને ભારતને પાકિસ્તાન સામે વિજય અપાવ્યો હતો.

કેટલાક અહેવાલો મુજબ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રિન્કુની પ્રમોશનલ ટીમ સુધી (મૅસેજ દ્વારા) આ ધમકી પહોંચાડતા બે જણની ઇન્ટરપૉલની મદદથી ધરપકડ કરી હોવાનું મનાય છે. એક અહેવાલ પ્રમાણે બન્ને આરોપીઓની ધરપકડ વેસ્ટ ઇન્ડિઝથી કરવામાં આવી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button