T20 World Cup 2024નેશનલસ્પોર્ટસ

… તો આ કારણે PM Narendra Modiએ ટ્રોફીને સ્પર્શ ના કર્યો?

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં રમાયેલા આઈસીસી ટી20 વર્લ્ડકપ-2024 (ICC T20 Worldcup-2024) જિતીને સ્વદેશ પાછી ફરેલી ટીમ ઈન્ડિયાએ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત (Team India Meet PM Narendra Modi) લીગી હતી. ટીમ ઈન્ડિયાએ ટ્રોફી અને પીએમ મોદી સાથે ફોટો ક્લિક કરાવ્યો અને આ ફોટોને જો તમે ધ્યાનથી જોશો તો પીએમ મોદીએ ટ્રોફીને સ્પર્શ પણ નહોતો કર્યો અને એને બદલે તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ (Captain Rohit Sharma And Coach Rahul Dravid)નો હાથ પકડ્યો હતો. હવે તમને થશે કે આવું શું કામ? ચાલો તમને આ પાછળનું કારણ…

દ્રવિડ અને રોહિતે એક-એક હાથે ટ્રોફી પકડી છે અને પીએમ મોદીએ ફોટો માટે પોઝ આપતા બંનેનો હાથ પકડ્યો હતો. પીએમ મોદીનું આવું કરવું હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ આવું એક વણકહ્યા નિયમને અનુસરતા કર્યું હતું.

આ પણ વાંચો : Team India સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ શૅર કરી પોસ્ટમાં શું લખ્યું?

શું છે આ નિયમ એ જણાવીએ તો કોઈ ટીમ કે વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ ટ્રોફી જિતવામાં આવે તો તેને માત્ર એ જ લોકો સ્પર્શ કરી શકે કે જેમણે આ ટ્રોફી જિતી છે. ટૂંકમાં કહીએ તો ટ્રોફી પર એ જ વ્યક્તિનો હક હોય છે જેણે એ ટ્રોફી જિતી હોય. ઘણી વખત આવું ફીફા વર્લ્ડકપ વખતે પણ આવું જોવા મળે છે. એવું કહેવાઈ રહ્યું છે કે પીએમ મોદીએ પણ એટલે જ આ ટ્રોફીને સ્પર્શ કરવાનું ટાળ્યું હતું, કારણ કે એ ટ્રોફી ટીમ ઈન્ડિયા તેની મહેનતથી જિતી છે. પીએમ મોદીનું આ સરાહનીય પગલું સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટી રહ્યું છે.

https://twitter.com/mufaddal_vohra/status/1808772160657215558


ટીમ ઈન્ડિયાએ આપી પીએમ મોદીને સ્પેશિયલ ગિફ્ટ
પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ટીમ ઈન્ડિયાએ પીએમ મોદીને નમો જર્સીની સ્પેશિયલ ગિફ્ટ આપી હતી. બીસીસીઆઈના સચિવ જય શાહ (Jay Shah) અને બોર્ડના અધ્યક્ષ રોજર બિન્નીએ આ જર્સી પીએમ મોદીને ભેટમાં આપી હતી.

શુક્રવારે CM Eknath Shindeને મળશે ટીમ ઈન્ડિયા
આજે પીએમ મોદીને મળ્યા બાદ આવતીકાલે એટલે કે શુક્રવારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)ની મુલાકાત લેશે, એવી માહિતી પણ સામે આવી રહી છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબૈ અને યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓ આવતીકાલે વિધાનસભામાં મુખ્ય પ્રધાનની મુલાકાત લેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button