એક ભારત, શ્રેષ્ઠ ભારતઃ વડા પ્રધાન મોદી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એક ભારત, શ્રેષ્ઠ ભારતઃ વડા પ્રધાન મોદી

પીએમે યુવા વર્ગ માટે હેલ્થ-ટિપ્સ આપતા કહ્યું, `તેલવાળો ખોરાક ઘટાડો, રોજ વધુ ચાલો, કસરત કરો અને સ્થૂળતાથી બચો'

દેહરાદૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં આજે `એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્લોગન સાથે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું શાનદાર ઓપનિંગ સેરેમની દરમ્યાન ઉદ્ઘાટન કર્યું હતું.પીએમ મોદીએ આ સમારોહમાં ભારપૂર્વક કહ્યું હતું કે 2036ની ઑલિમ્પિક ગેમ્સનું આયોજન સ્વીકારવા માટે ભારત કટિબદ્ધ છે.ઉત્તરાખંડ રાજ્યના સાત પર્વતીય ભાગોમાં નૅશનલ ગેમ્સની હરીફાઈઓ યોજાશે.

32 રમતોમાં થનારી હરીફાઈઓમાં કુલ 10,000 ઍથ્લીટો ભાગ લેશે.14મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ વાર્ષિક સ્પર્ધામાં કુલ મળીને 450 ગોલ્ડ, 450 સિલ્વર અને 450 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે.મોદીએ ઍથ્લીટોને સંબોધીને એવું પણ કહ્યું હતું કે `તમારી કાબેલિયત અને ક્ષમતા વધારવાનો અમારો સતત પ્રયત્ન રહ્યો છે અને તમને સપોર્ટ આપવા પર જ અમારું બધુ ધ્યાન છે.

Also read:ગુજરાત માટે 2024 નું વર્ષ કેવું રહ્યું? જાણો વર્ષ ભરની મુખ્ય ઘટના એક ક્લિકમાં…

અમે દૃઢપણે માનીએ છીએ કે દેશના વિકાસમાં ખેલકૂદ ખૂબ મહત્ત્વનો હિસ્સો હોય છે.’મોદીએ યુવા વર્ગ માટે હેલ્થ-ટિપ્સ આપતા કહ્યું, `તેલવાળો ખોરાક ઘટાડો, રોજ વધુ ચાલો અને કસરત કરો અને સ્થૂળતાથી બચો.’

Back to top button