
બેન્ગલૂરુ: વિરાટ કોહલી અને ઇંગ્લૅન્ડનો કેવિન પીટરસન છે તો પાક્કા દોસ્ત, પણ રમતમાં એવું છેને કે ક્યારેક મિત્ર કોઈ ટિપ્પણી જાણી જોઈને થઈ જાય કે અજાણતા થઈ જાય તો મીડિયા માટે તો એ ન્યૂઝ જ બની જાય છે. પીટરસન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી રમ્યો હતો અને કોહલી તો આ ટીમનો કિંગ છે જ.
પીટરસને થોડા દિવસ પહેલાં કોહલી વિશે એક કમેન્ટ કરી હતી જેનો કોહલીએ સોમવારે પંજાબ સામેની મૅચમાં ધમાકેદાર 77 રન બનાવીને બેન્ગલૂરુને વિજય અપાવ્યા બાદ પીટરસનની એ કમેન્ટનો ઈશારામાં વળતો જવાબ આપી દીધો હતો. એ જવાબ વાયરલ થયા પછી પીટરસને મંગળવારે કોહલીની વાહ-વાહ કરતી ટિપ્પણીઓ કરી હતી.
આ પણ વાંચો: શમીએ હાર્દિક માટે કહ્યું, ‘ભાઈ, તું ટૉપ-ઑર્ડરમાંથી ટેઇલ-એન્ડર કેમ બની ગયો?’
જૂનના ટી-20 વર્લ્ડ કપમાં કોહલી માત્ર પોતાના પર્ફોર્મન્સને આધારે (મેરિટને આધારે) ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવશે કે પછી મેગાસ્ટાર હોવાને કારણે તેને ટીમમાં સમાવવામાં આવશે કે જેથી કરીને બહોળી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ તરફ ખેંચી શકાય.
કોહલીએ સોમવારે બેન્ગલૂરુમાંના પંજાબ સામેના વિજય પછી કહ્યું, ‘હું જાણું છું કે થોડા સમયથી મારી ગણના માત્ર આ ફૉર્મેટ (ટી-20)ને પ્રમોટ કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા ખેલાડી તરીકે થઈ રહી છે. જોકે હું ખુલાસો કરી દઉં કે હું હજી પણ ટી-20માં ઘણું સારું રમી શકું એમ છું.’
આ પણ વાંચો: મેચ જીત્યા બાદ Virat Kohliએ કોને કર્યો Video Call? સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો…
ટી-20માં કોહલીનો 138.15નો સારો સ્ટ્રાઇક રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) છે.
પીટરસને મંગળવારે કોહલીની વાહ-વાહ કરતા કહ્યું, ‘કોહલીએ ભારતીય ખેલાડીઓને ઍથ્લીટ્સમાં પરિવર્તિત કર્યા છે. કોહલીને લોકો હંમેશાં ગ્રેટ મૅચ ફિનિશર તરીકે યાદ રાખશે. તે રન દોડી રહ્યો હોય ત્યારે તેનામાં ગજબની દૃઢતા, સંકલ્પશક્તિ અને ઊર્જા દેખાતા હોય છે. તેનામાં હંમેશાં બેસ્ટ બનવાની ઇચ્છાશક્તિ જોવા મળી છે. હી ઇઝ ધ બેસ્ટ. તે માત્ર બોલતો નથી, તે કરી દેખાડવામાં માને છે. મેદાન પર ઊતરતા પહેલાં ડાયટ, જિમ્નેશિયમથી તેના દિવસની શરૂઆત થતી હોય છે.’