ભારતની બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ વેંકટ દત્તા સાથે લગ્ન સંબંધે બંધાઈ, જુઓ તસ્વીરો
ઉદયપુર: ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ લગ્ન સંબંધે (PV Sindhu wedding) બંધાઈ છે, પીવી સિંધુએ ગઈ કાલે રવિવારે ઉદયપુરમાં હૈદરાબાદના ઉદમી વેંકટ દત્તા સાથે સાત ફેરા લીધા. લગ્ન સમારોહમાં બંનેના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. પરંપરાગત તેલુગુ રીતિ-રિવાજથી લગ્ન થયા હતાં. લગ્નની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા શેર કરવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને યુગલને આશીર્વાદ આપ્યા હતાં.
આ નવ યુગલ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું કે ગઈકાલે સાંજે ઉદયપુરમાં આપણી બેડમિન્ટન ચેમ્પિયન ઓલિમ્પિયન પીવી સિંધુ અને વેંકટ દત્તા સાઈના લગ્ન સમારોહમાં હાજરી આપીને મને ખુબ આનંદ થયો અને મેં યુગલને તેમના નવા જીવન માટે શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા.
ધામધૂમ પૂર્વક યોજાયા લગ્ન:
સિંધુ અને દત્તા સાઈ 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન પણ યોજશે. લગ્નની વિધિ 20 ડિસેમ્બરે સંગીત સમારોહ સાથે શરૂ થઈ હતી, ત્યારબાદ હલ્દી, પેલીકુથુરુ અને મહેંદી સમારંભો યોજાયા હતા. સિંધુએ ક્રીમ રંગની સાડી પહેરી હતી, જ્યારે દત્તા સાઈએ મેચિંગ ક્રીમ રંગની શેરવાની પહેરી હતી.
સિંધુના પિતાએ જણાવ્યું કે બંને પરિવારો એકબીજાને ઘણા સમયથી ઓળખે છે, પરંતુ લગ્નની તૈયારીઓ માત્ર એક મહિનામાં જ પૂરી થઈ હતી. સિંધુની વ્યસ્ત ટ્રેનીંગ અને ટુર્નામેન્ટ શિડ્યુલને ધ્યાનમાં રાખીને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.
Also Read – IND VS AUS Test: શાસ્ત્રીએ રોહિત શર્માને રણનીતિ બદલીને બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની આપી સલાહ, શા માટે?
ભારત માટે જીત્યા બે ઓલમ્પિક ઓલમ્પિક મેડલ્સ:
પીવી સિંધુની ગણના ભારતીય બેડમિન્ટનની શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે 2016 રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. આ પછી સિંધુએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 2019માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો.