સ્પોર્ટસ

ICC champions trophy: ભારતની બધી મેચો આ દેશમાં યોજવા PCB સંમત, અહેવાલમાં દાવો


નવી દિલ્હી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન (ICC champions trophy 2025 in Pakistan) કરી રહ્યું છે. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમને સુરક્ષા કારણોસર પાકિસ્તાન મોકલવા સામે વાંધો ઉઠાવ્યો છે અને ભારતના બધા મેચ UAEમાં યોજવા રજૂઆત કરી હતી. શરૂઆતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ આ હાઈબ્રીડ મોડલ સ્વીકાયું ન હતું, એવામાં એવા આહેવાલો મળી રહ્યા છે કે PCB હવે શેડ્યૂલનમાં બદલાવ કરવા સંમત થયું છે, ભારતની મેચ UAEમાં યોજવામાં આવશે.

Also read: આવું ક્યારેય જોયું છે? કૅપ્ટન સાથે સહમત ન થતાં વેસ્ટ ઇન્ડિયન બોલરે ચાલતી પકડી…

2023માં એશિયા કપ પણ પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ સાથે યોજવમાં આવ્યો હતો, આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતની તમામ મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. અહેવાલ મુજબ PCBને લાગે છે કે જો ભારત સરકાર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવા સંમત ના થાય તો, શેડ્યુલમાં થોડો ફેરફાર કરી શકાય છે, ભારતની મેચો દુબઈ અથવા શારજાહમાં યોજવામાં આવી શકે છે.

Also read: મુંબઈ સામે ઓડિશા મુશ્કેલીમાં: પુજારા નિષ્ફળ, પણ હાર્વિક દેસાઈ સેન્ચુરીની નજીક

BCCIએ ટીમને પાકિસ્તાન મોકલવા પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આ નિર્ણય લેવાશે ત્યાં સુધીમાં જય શાહ ICCના અધ્યક્ષ હશે. અહેવાલ મુજબ બોર્ડ આગામી અઠવાડિયા સુધીમાં શેડ્યૂલની જાહેરાત કરવા માટે આઈસીસી સાથે ચર્ચા કરી રહ્યું છે. પીસીબીએ આઇસીસી સાથે કામચલાઉ શેડ્યૂલ અંગે ચર્ચા કરી છે, કેટલાક મહિના આ શેડ્યુલ ICCને મોકલ્યું હતું અને તે જ શેડ્યૂલ 11 નવેમ્બરે જાહેર કરવા માંગે છે. PCBએ ICCને વિનંતી કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ પાકિસ્તાન મોકલવા બીસીસીઆઈને દબાણ કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button