IPL 2024સ્પોર્ટસ

PBKS vs RR IPL 2024: આઠમા ક્રમે રહેલી PBKS ટોચની RRને હરાવી શકશે? કેવો છે મુલ્લાનપુરની પિચનો મિજાજ

આજે શનિવારે સાંજે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 27મી મેચ રમાશે.

PBKS અત્યારે પાંચમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને, નંબર વન પર યથાવત છે. ગુજરાત સામે જયપુરમાં સમાયેલી મેચમાં, રાજસ્થાન રોયલ્સ પાસે સતત 5મી જીત નોંધાવવાની તક હતી, પરંતુ રાશિદ ખાને છેલ્લા બોલ પર ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી.

IPLમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. તેમાંથી પંજાબ કિંગ્સે 11 અને રાજસ્થાન રોયલ્સે 15માં જીત મેળવી છે. પંજાબ કિંગ્સનો સૌથી વધુ સ્કોર રાજસ્થાન રોયલ્સ સામે 223 રનનો છે. પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો સર્વોચ્ચ સ્કોર 226 રન છે. બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં પંજાબ કિંગ્સે બેમાં જીત મેળવી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે 3 મેચ જીતી હતી.

ચંદીગઢના મુલ્લાનપુરમાં સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમની પીચને ભારતની સૌથી ફાસ્ટ પીચોમાંની એક માનવામાં આવે છે. અહીંની પીચમાં ફાસ્ટ બોલરો માટે વધારાનો બાઉન્સ મળે છે. બેટ્સમેન માટે અહીં રન બનાવવા મુશ્કેલ હશે. અહીં ડ્યુ ફેક્ટર મેચને અસર કરે છે, તેથી જે કેપ્ટન ટોસ જીતે છે તે સામાન્ય રીતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે.

છેલ્લા બે વર્ષમાં આ મેદાન પર રમાયેલી કુલ ટી-20 મેચમાં માત્ર એક જ વાર એક ઇનિંગમાં 200થી વધુ રન બન્યા છે. બંગાળે પોંડિચેરી સામે 20 ઓવરમાં 3/225 રન બનાવ્યા હતા, સામે પોંડિચેરીની ટીમ 19.5માં 163 રન જ બનાવી શકી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…