પૅટ કમિન્સ નવજાત પુત્રીને જન્મના ગણતરીના કલાકો બાદ બીચ પર લઈ ગયો!
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટને આ વખતે ખાસ કઈ તકેદારી રાખવાનું નક્કી કર્યું છે જાણો છો?

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની પત્ની બેકીએ પુત્રીને જન્મ આપ્યો છે અને તેના જન્મ બાદ ગણતરીના કલાકો બાદ તેઓ તેને લઈને એક બીચ પર પહોંચી ગયા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
Also read : એશિયામાં હવે પૉન્ટિંગ કે બોર્ડર નહીં, સ્ટીવ સ્મિથ છે `ઑસ્ટ્રેલિયન કિંગ’

છેલ્લા બે વર્ષમાં પૅટ કમિન્સ વિશ્વભરની ક્રિકેટ ટીમોનો સૌથી શ્રેષ્ઠ કૅપ્ટન સાબિત થયો છે. જોકે તે પૅટરનિટી લીવ પર હોવાથી શ્રીલંકા સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં નથી રમી રહ્યો. જોકે કમિન્સને પગની ઘૂંટીમાં ઈજા છે જેને કારણે તે 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી રમવાનો. અહીં ખાસ જણાવવાનું કે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો લાહોર તેમ જ કરાચી અને રાવલપિંડીમાં રમાવાની છે.
આતંકવાદીઓના હુમલાના ભયને લીધે તેમ જ પાકિસ્તાન સાથેના સંબંધો સારા ન હોવાને કારણે ભારત પોતાની ટીમને રમવા માટે પાકિસ્તાન નથી મોકલવાનું અને ભારતની મૅચો દુબઈમાં રમાવાની છે. 2009માં લાહોરના ગદાફી સ્ટેડિયમ નજીક શ્રીલંકાના ખેલાડીઓની બસ પર ટેરરિસ્ટ-અટૅક થયો હતો અને ત્યાર બાદ ઘણા વર્ષે વિવિધ દેશોએ પોતાના પ્લેયર્સને રમવા માટે પાકિસ્તાન મોકલ્યા હતા.
દરમ્યાન, પૅટ કમિન્સ અને પત્ની બેકીએ નવજાત પુત્રીનું એડી નામ રાખ્યું છે. આ તેમનું બીજું સંતાન છે. 2021માં બેકીએ પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ ઍલ્બી છે.
Also read : કાવ્યાની કંપનીએ આઇપીએલની ટીમ 85 કરોડ રૂપિયામાં ખરીદેલી, હવે ઇંગ્લૅન્ડની ટીમ 1,094 કરોડ રૂપિયામાં ખરીદી

પત્ની બેકી ગર્ભવતી હોવાની કમિન્સે ઑક્ટોબરમાં જાહેરાત કરતી વખતે જ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે 2021માં પુત્ર ઍલ્બીના જન્મ વખતે હું પરિવારને (ક્રિકેટ શેડ્યૂલ વ્યસ્ત હોવાને કારણે) પૂરતો સમય નહોતો આપી શક્યો, પરંતુ આ વખતે મારે ખાસ ધ્યાન રાખવું છે. નવજાત પુત્રી એડી તેમ જ સમગ્ર પરિવાર સાથે હું કેવી રીતે બને એટલો વધુ સમય વીતાવીશ એ હું વર્કઆઉટ કરી રહ્યો છું.’ કમિન્સે ત્યારે મીડિયામાં એવું પણ જણાવ્યું હતું કેજો કોઈ ખેલાડી પોતાના પરિવારને પ્રાધાન્ય આપવાનો અભિગમ બતાવશે તો એની સામે કોઈને નવાઈ નથી લાગવાની, કોઈ વિરોધ નથી કરવાનું. અમે ક્રિકેટરો છીએ એટલે રમવાનું તો આખું વર્ષ ચાલ્યા જ કરવાનું. ફૅમિલી ફર્સ્ટના અપ્રોચને બાજુ પર રાખીને રમતા જ રહો એવું ખેલાડીઓને ક્યારેય કોઈ નથી કહેવાનું. ખેલાડીઓએ પોતાના પરિવારને પણ સમય આપવો જોઈએ એની અમે બધા તરફેણમાં છીએ.’