ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ભારતના પુરુષ તીરંદાજો પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા

મહિલા ટીમની જેમ ધીરજ અને તરુણદીપે પણ મેડલની આશા અપાવી

પૅરિસ: ભારતની મહિલા તીરંદાજોની ટીમ પછી ગુરુવારે પુરુષોની ટીમે પૅરિસ ઑલિમ્પિક્સના પ્રારંભિક રાઉન્ડમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું.

ગુરુવારે બપોરે રૅન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારી, અંકિતા ભકતઅને ભજન કૌરે કુલ મળીને 1,983 પૉઇન્ટ મેળવ્યા અને એ સાથે ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાન પર રહી અને ભારતીય ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી ત્યાર બાદ ગુરુવારે જ સાંજે ભારતના પુરુષ તીરંદાજોની ટીમે કુલ 2013 પૉઇન્ટ સાથે ચોથા નંબરે આવીને ક્વૉર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવી લીધો હતો.

આ પણ વાંચો: ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા તીરંદાજોનું શરૂઆતમાં જ અચૂક નિશાન, ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ

ભારતીય આ ટીમમાં ધીરજ બોમ્માદેવારા અને તરુણદીપ રાયનો સમાવેશ હતો. પૅરિસ ઑલિમ્પિક્સનો વિધિવત આરંભ આજે થશે, પરંતુ અમુક હરીફાઈઓ વહેલી શરૂ થઈ ગઈ છે. તીરંદાજીમાં ટૉપ-ફોરમાં આવનાર ટીમને ક્વૉર્ટરમાં જગ્યા મળે છે. હાલમાં ભારત માટે ખુશખબર એ છે કે ભારતની બન્ને ટીમે મેડલ જીતવા માટે ફક્ત બે વિજય મેળવવાના છે.

ધીરજ હરીફાઈની શરૂઆતમાં અગિયારમા સ્થાને રહ્યા પછી છેક 40મા નંબર સુધી નીચે ઊતર્યા બાદ છેવટે પાંચમા નંબરે રહ્યો હતો. તરુણદીપ 14મા સ્થાને રહ્યો હતો. ત્રીજો તીરંદાજ પ્રવીણ જાધવ છેક 39મા ક્રમે રહેતાં સ્પર્ધાની બહાર થયો હતો. જોકે એકંદરે ભારતીય ટીમે ચોથું સ્થાન મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી.

આ પણ વાંચો: Paris Olympics: ભારતની ત્રણ સફળ તીરંદાજમાં એક છે મમ્મી, બીજી દૂધવાળાની દીકરી અને ત્રીજી ખેડૂતપુત્રી

આ ઑલિમ્પિક્સમાં ભારતની મહિલાઓની ટોચની તીરંદાજ અંકિતાની જેમ ધીરજ બોમ્માદેવારાની પણ આ પહેલી જ ઑલિમ્પિક ગેમ્સ છે. ધીરજે 681 પૉઇન્ટ તથા ચોથી ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા તરુણદીપે 674 પૉઇન્ટ અને જાધવે 658 પૉઇન્ટ મેળવ્યા હતા. ધીરજ અને અંકિતાની જોડી મિક્સ્ડ-ટીમ તરીકે પણ ભાગ લેશે. તેઓ 16 સ્પર્ધકોની ઇવેન્ટમાં રમશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button