ટોપ ન્યૂઝનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

કુસ્તીબાજ સેહરાવત ભારતનો યંગેસ્ટ ઑલિમ્પિક મેડલ-વિજેતા

પૅરિસ: ભારતના કુસ્તીબાજ અમન સેહરાવતે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. એ સાથે, સેહરાવત 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઑલિમ્પિક્સનો ચંદ્રક જીતનાર ભારતનો યંગેસ્ટ મેડલ-વિજેતા બન્યો છે. તેણે બૅડમિન્ટન કવીન પીવી સિન્ધુનો રેકોર્ડ તોડ્યો છે.

આ સાથે, ભારતના મેડલની સંખ્યા છ ઉપર પહોંચી હતી અને એમાંથી પાંચ બ્રોન્ઝ મેડલ હતા.
સેહરાવતની આ પહેલી જ ઑલિમ્પિક્સ છે. તેણે 57 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગના બ્રોન્ઝ-મેડલ મુકાબલામાં પુઅર્ટો રિકોના દારિયન તોઈ ક્રૂઝને 13-5થી હરાવ્યો હતો.


સેહરાવતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.
સેહરાવત ઑલિમ્પિક્સમાં ભારતનો સાતમો મેડલ-વિજેતા છે. તેની પહેલાં કે.ડી. જાધવ, સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને રવિ દહિયા રેસલિંગમાં ઓલિમ્પિક્સનો મેડલ જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button