વિનેશ ફોગાટના ફેંસલાની ઘડી નજીક આવી ગઈ!

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગમાં નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી એને લઈને ખુદ ફોગાટે અને તેના સપોર્ટમાં ભારત સરકારે જે અપીલ કરી છે એના પર ફેંસલો આપવાની ઘડી નજીક આવી પહોંચી છે. આજે રાત્રે 9.30 વાગ્યે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) ચુકાદો આપશે.
ફોગાટે મુખ્ય દલીલમાં કહ્યું છે કે તેણે કોઈ પણ રીતે છેતરપિંડી નથી કરી અને તેના વજનમાં જે 100 ગ્રામનો વધારો હતો એ તો શરીરમાં કુદરતી રીતે જે રિકવરી પ્રોસેસ રહેતી હોય છે એને કારણે જ તેનું વજન એ દિવસે નજીવું વધી ગયું હતું. બીજું, પોતાના શરીરની ખાસ કાળજી લેવી એ ઍથ્લીટનો પાયાભૂત અધિકાર છે, એવું પણ ફોગાટે અપીલમાં જણાવ્યું છે.
અદાલતમાં ફોગાટની તેમ જ ઑલિમ્પિક્સના આયોજકો તરફથી રજૂઆત થઈ ચૂકી છે અને સુનાવણી પૂરી થઈ ગઈ છે.
ભારત સરકારની સૂચનાને આધારે જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાળવે અને વિદુષ્પત સિંઘાણીયાએ સ્પોર્ટ્સ લીગલ ટીમને મદદ કરવા બદલ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં અધ્યક્ષ પી. ટી. ઉષાએ તેમનો આભાર માન્યો છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
રૅન્ક દેશ ગોલ્ડ સિલ્વર કુલ
1 ચીન 35 27 23 85
2 અમેરિકા 33 41 39 113
3 ઑસ્ટ્રેલિયા 18 16 14 48
4 જાપાન 16 8 13 37
5 ફ્રાન્સ 15 20 22 57
6 ગ્રેટ બ્રિટન 14 20 23 57
7 સાઉથ કોરિયા 13 8 8 29
8 નેધરલૅન્ડ્સ 13 6 11 30
9 જર્મની 12 9 8 29
10 ઇટલી 11 12 14 37
59 પાકિસ્તાન 1 0 0 1
69 ભારત 0 1 5 6