વિનેશ ફોગાટના કેસની સુનાવણી વિલંબમાં…જાણો ક્યારે

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટના માત્ર 100 ગ્રામ વધુ વજનને લગતી અપીલ બાબતમાં જે સુનાવણી આજે બપોરે થવાની હતી એ થોડી વિલંબમાં મુકવામાં આવી છે.
ફોગાટે બે મુદ્દા ધરાવતી અપીલ કરી છે જેની સુનાવણી હવે આજે સાંજે 5.30 વાગ્યે હાથ ધરાશે.
ફોગાટે એક અપીલમાં જણાવ્યું હતું કે તેને 50 કિલો વર્ગની ફાઇનલમાં લડવાની છૂટ આપવામાં આવે. તેણે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ઑફ સ્પોર્ટ્સ (સીએએસ)ને કરેલી એ અપીલમાં એવું પણ જણાવ્યું હતું કે તેણે વ્યવહારું રીતે અને કાયદાનું પાલન કરીને રેસલિંગની હરીફાઈ પહેલાં વજનને લગતી પ્રક્રિયા પાર કરી હતી અને નિયમ મુજબ ફાઇનલ સુધી પહોંચી હતી એટલે ફાઇનલમાં લડવાની તેને મંજૂરી મળવી જોઈએ. જોકે સીએએસ તરફથી એ અપીલ પર ચુકાદો આપી દેવાયો છે. કોર્ટે તેને ‘નહીં’ એવો ફેંસલો આપી દીધો હતો.
હવે ફોગાટની બીજી અપીલ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એ અપીલમાં તેણે કહ્યું છે કે તે સિલ્વર મેડલને પાત્ર છે એટલે તેને કમસે કમ જોઇન્ટ સિલ્વર મેડલ તો મળવો જ જોઈએ.
ફોગાટના પોતાની વકીલ આ કેસ લડી રહ્યા છે તેમ જ ભારત સરકાર તરફથી જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાળવેને આ કેસ લડવા મોકલવામાં આવ્યા છે.